તાપી જિલ્લામાં આગામી દિવાળી તહેવારને અનુલક્ષીને હંગામી ફટાકડા લાયસન્સ મેળવવા અંગે
(માહિતી બ્યુરો વ્યારા-તાપી) : તા.૦૪ – તાપી જિલ્લાની જાહેર જનતાને જણાવવાનું કે આગામી દિવાળી- ૨૦૨૦ ના તહેવારને અનુલક્ષીને વ્યારા પ્રાંત ડિવિઝનમાં સમાવિષ્ટ વ્યારા, ડોલવણ, સોનગઢ તથા વાલોડ તાલુકાઓના ફટાકડાનું વેચાણ કરતા વેપારીઓને હંગામી ફટાકડા લાયસન્સ મેળવી લેવા જણાવવામાં આવે છે. હંગામી ધોરણે ફટાકડાનું વેચાણ કરવા વેપારીઓને તાલુકા મથકોએ સબંધિત મામલતદાર કચેરીએથી લાયસન્સ મેળવવા માટેનું નિયત ફોર્મ મેળવી તેની સાથે આ અંગે ફાયર સેફટી અંગેના સાધનોની ઉપલબ્ધતા સહિતના આધારભૂત પુરાવાઓ દસ્તાવેજો તથા નિયત કરેલી ફી ચલણ સાથે તા.૧૫/૧૦/૨૦૨૦ સુધીમાં કચેરી સમય દરમિયાન રૂબરૂ જમા કરાવવાના રહેશે. નિયત અરજી ફોર્મ સિવાય તથા ટપાલ કે અન્ય રીતે મોકલેલી અરજીઓ તથા સમયમર્યાદા બાદની અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં. તથા હંગામી ફટાકડા લાયસન્સ વિના ફટાકડાનું વેચાણ કરતા વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જે અંગે ફટાકડાનું વેચાણ કરતા વેપારીઓએ નોંધ લેવા નાયબ કલેકટર અને સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ,વ્યારા જિ.તાપીની અખબારયાદીમાં જણાવ્યું છે.
૦૦૦૦