ડાંગનાં જાણીતા લાલભાઈ ગાવીતએ 10 કાર્યકરો સાથે ભાજપની કંઠી ધારણ કરી
(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : ડાંગ જિલ્લામાં કોંગી ધારાસભ્યના રાજીનામા બાદ બરડા જિલ્લા પંચાયતના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર લાલભાઈ ગાવીત તથા એમના મિત્રો આજે પુર્ણેશભાઈ મોદી સાહેબના હસ્તે ભાજપમાં જોડાઇ ને ભાજપનો ખેસ ધારણ કરતા કોંગ્રેસ છાવણીમાં સન્નાટો વ્યાપી જવા પામ્યો છે.
મળતી માહિતી મુજબ ડાંગ 173 વિધાનસભા બેઠક ની પેટા ચૂંટણી સંદર્ભે ભાજપે ઝંઝાવાતી તૈયારી કરી જિલ્લામાં વકાસકીય કામો સહીત બુથ, સક્તિ કેન્દ્રો પર બેઠકોનો દોર સાથે કાર્યકરોમાં જોમ વધારવા કેબિનેટ મંત્રીઓની સભા ગજવી રહ્યા છે, તેવામાં ડાંગ જિલ્લાની બરડા જિલ્લા પંચાયત ની બેઠક પર કોંગ્રેસના ખમતીધર નેતા તરીકે જાણીતા લાલભાઈ ગાવીત અને 10 કાર્યકરો સાથે સુરતના ધારાસભ્ય અને ડાંગ ચૂંટણી ઇન્ચાર્જ પુર્ણેશભાઈ મોદીના હસ્તે ભાજપની કંઠી ધારણ કરી લેતા કોંગ્રેસના વિધાનસભા પેટા ચૂંટણી પહેલા ગઢમાં ગાબડું પડતા ભાજપ માં આનંદ છવાય જવા પામ્યો છે. ડાંગ જિલ્લાના વઘઇ તાલુકામાં આવેલ બરડા જિલ્લા પંચાયત પર કોંગી નેતા લાલભાઈ ગાવીતનો સારો પ્રભુત્વ રહ્યો છે, વઘઇ તાલુકા અને જિલ્લા પંચાયત ના સભ્યો પણ આ વિસ્તારમાં થી બહુમતી થી ચૂંટાઈ આવતા હોય લાલભાઈ ગાવીત સહિત 10 પીઢ કોંગી કાર્યકરો ભાજપનો ભગવો ધારણ કરતા આગામી દિવસોમાં યોજાનાર વિધાનસભા ચૂંટણીમાં સમીકરણો બદલાય તેવા સંજોગો ઉભા થતા રાજકીય માહોલ ગરમાયો છે.શનિવારે બરડા ગામે ચૂંટણી ઇન્ચાર્જ પુર્ણેશભાઈમોદી સહિત ભાજપના ઘનશ્યામભાઈ પટેલ ,.મહામંત્રી કિશોરભાઇ ગાવીત સહિત કાર્યકરો એ સૌને આવકારી ભાજપના સૌનો સાથ સૌનો વિકાશનો મંત્ર આપી પાર્ટીમાં જોડાવ્યા હતા.