સાપુતારા માલેગામ ઘાટમાર્ગના ફોરેસ્ટ રેસ્ટ હાઉસ પાસેનો તીવ્ર વળાંક વાહન ચાલકો માટે અકસમાત ઝોન : હાઇવે ઓથોરિટી અકસ્માતની ઘટના નિવારવા નક્કર કાર્યવાહિ હાથ ધરે એવી માંગ
(અર્જુન જાધવ દ્વારા, વઘઈ): ડાંગ તા 27, સાપુતારા માલેગામ ઘાટમાર્ગના ફોરેસ્ટ રેસ્ટ હાઉસ પાસેનો તીવ્ર વળાંક વાહન ચાલકો માટે ગોઝારો સાબિત થઈ રહ્યો છે, હાઇવે ઓથોરિટી વળાંકનું સંશોધન કરી અકસ્માત ની ઘટના નિવારવા ઘટતું કરે તે જરૂરી છે.
મળતી માહિતી મુજબ ગુરુવારે મળસ્કે પુણે થી માલસામાન ભરી અમદાવાદ જઇ રહેલ ટ્રક ન TN 28 AE 3749 માલેગામ રેસ્ટ હાઉસ પાસેના તીવ્ર વળાંક ઉપર ટ્રકની બ્રેક ફેલ થતા બેકાબુ બનેલ ટ્રક માર્ગ સાઇડે આવેલ સંરક્ષણ દીવાલ સાથે અથડાઈ પલ્ટી મારી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત ને પગલે ચાલક ક્લીનર ને ઇજા પહોંચતા નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છેકે માલેગામ રેસ્ટ હાઉસ પાસે અવારનવાર અકસ્માતોની વણઝાર સર્જાતી હોય હાઇવે ઓથીરિટી તંત્ર દ્વારા અકસ્માત થવાના કારણો કે આ સ્પોટ ને બ્લેક ઝોન ઘોષિત કરી કાર્યવાહી કેમ કરતા નથી, તેવા સવાલો ખડા થઈ રહ્યા છે. માલેગામ રેસ્ટ હાઉસ અકસ્માતો ની ઘટનામાં ઘણો વધારો થયો છે, જેને સાપુતારા પોલીસ દ્વારા પણ હાઇવે ઓથીરિટી ને જાણ કરી હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે અવાર નવાર અકસ્માત માટે બદનામ થયેલ ફોરેસ્ટ રેસ્ટ હાઉસ પાસે ની જગ્યા એ વાહન ચાલકોમાં ભય નો માહોલ ઉભો થયો છે. અકસ્માત બાબતે સાપુતારા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.