ઉમરપાડામાં ચાર કલાકમાં નવ ઇંચ વરસાદ : કેવડી, વાડી, ઝંખવાવ જતો માર્ગ બંધ

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : સુરત જિલ્લાના અતિપછાત અને વનવિસ્તાર ધરાવતાં ઉમરપાડામાં આજે ચાર કલાકમાં નવ ઇંચ વરસાદ પડતાં, સમગ્ર ઉમરપાડા વિસ્તાર વરસાદી પાણીથી તળબોર થઈ ગયો છે. સતત નવ ઇંચ વરસાદ પડતાં જાણે આભ ફાટ્યું હોય એવો અહેસાસ પ્રજાજનોએ અનુભવ્યો હતો. નવ ઇંચ વરસાદને પગલે ઉમરપાડા બજારમાં બનાવેલ લો-લેવલ બ્રિજની ઉપરથી પાણી પસાર થવા લાગ્યા હતા. તો કેટલીક દુકાનોમાં અને નીચાણવાળા વિસ્તરમા આવેલાં મકાનોમાં પણ વરસાદી પાણી ફરી વળ્યાં હતા. સતત પડી રહેલાં વરસાદને પગલે કેવડી, વાડી, ઝંખવાવ તરફ જતા માર્ગ ઉપર વરસાદી પાણી ફળી વળતાં માર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે. હજુ પણ વરસાદ પડી રહયો હોવાનું જાણવા મળ્યું છે.જો કે કોઈ જાનહાની થયાના સમાચાર પ્રાપ્ત થયા નથી.ઉમરપાડા તાલુકાનો કુલ વરસાદ 58 ઇંચ ઉપર પહોચ્યો છે.જે સમગ્ર સુરત જિલ્લામાં સૌથી વધુ છે.