દક્ષિણ ગુજરાતમાં વરસાદથી ખરીફ વાવેતરને 125 કરોડનું નુકશાન

Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : છેલ્લા બે અઠવાડીયાથી દક્ષિણ ગુજરાતમાં સતત વરસાદ પડી રહ્યો છે. જેને પગલે ખરીફ વાવેતરમાં ખેડૂતોને 125 કરોડ રૂપિયાનું નુકશાન થવા પામ્યું છે.ખેડૂત સમાજનાં પ્રમુખ રમેશ પટેલે આ પ્રશ્ને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને એક પત્ર મોકલી જણાવ્યું છે કે મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં નુક્શાનીપેટે હેક્ટરદીઠ 20 હજાર આપવાની જાહેરાત કરી છે. જેમાં વધારો કરી ખેડૂતોને સહાય ચૂકવવા માંગ કરી છે.ખેડૂતો એક હેકટરમાં ડાંગરનો પાક કરે તો 65 હજાર રૂપિયા ખર્ચ થાય છે.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *