તાપી જિલ્લામાં ધો.૧૦/૧૨ની પુરક તથા ગુજકેટની પરીક્ષા દરમિયાન કેન્દ્રો પર અનધિકૃત વ્યક્તિઓના પ્રવેશ પર પ્રતિબંધ
(માહિતિ વિભાગ દ્વારા, તાપી) : વ્યાર;શુક્રવાર: આગામી તા. ૨૩/૦૮/૨૦૨૦ થી તા. ૨૮/૦૮/૨૦૨૦ દરમિયાન ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા એસ.એસ.સી અને એચ.એસ.સી (સામાન્ય/વિજ્ઞાન પ્રવાહ)ની પુરક પરીક્ષા તથા તા.૨૪/૦૮/૨૦૨૦ના રોજ ગુજકેટની પરીક્ષા યોજાનાર છે. આ દરમિયાન જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે એ માટે તાપી જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ બી.બી.વહોનીયાએ જિલ્લામાં નિયત પરીક્ષા કેન્દ્રો આજુબાજુ તા. ૨૩/૦૮/૨૦૨૦ થી તા. ૨૮/૦૮/૨૦૨૦ સુધી પરીક્ષા કેન્દ્રોથી ૧૦૦ મીટરના ઘેરાવના વિસ્તારમાં પરીક્ષાર્થી, પરીક્ષા સાથે સંકળાયેલ શૈક્ષણિક તથા અન્ય સ્ટાફ તેમજ પરીક્ષા સંદર્ભે સોંપવામાં આવેલ હોય તેવી કામગીરી સાથે સંકળાયેલ ફરજ પરના સ્ટાફ સિવાયની અન્ય અનધિકૃત વ્યક્તિઓના પ્રવેશ તથા ઝેરોક્ષ/ફેકસ સેન્ટર ચાલુ રાખવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર સજાને પાત્ર થશે.