છેલ્લા ત્રણ વર્ષથી વોન્ટેડ આરોપીને દારુનાં જથ્થા સાથે ઝડપી પાડતી તાપી એલ.સી.બી.
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : શ્રીમતિ સુજાતા મજમુદાર પોલીસ અધિક્ષકશ્રી, જી.તાપી નાઓએ તાપી જીલ્લા વિસ્તારમાં બનતા મિલ્કત સબંધી વણશોઘાયેલ ગુનાઓ શોધી કાઢવા તેમજ પ્રોહી તથા જુગારની ચાલતી પ્રવૃતિ પર અંકુશ રાખવા સુચના આપેલ જે અન્વયે ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી ડી.એસ. લાડ એલ.સી.બી. તાપીનાં માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. તાપીની ટીમમાં એ.એસ. આઇ. ગણપતસિંહ રૂપસિંહ બ.નં -૩૩૦ તથા અ.હે.કો. કર્ણસિંહ અમરસિંહભાઇ બ.નં .૩૭૬ તથા ડ્રા.પો.કો. સુનિલભાઇ ખુશાલભાઇ બ, નં ૫૫૪ તથા અ.પો.કો. કલ્પેશભાઇ કાંતિલાલ બ.નં -૩૮૭ તથા પંચોનાં માણસો સાથે વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતાં તે વખતે એ.એસ.આઇ. ગણપતસિંહ રૂપસિંહને ખાનગી રાહે બાતમી મળેલ કે, એક કાળા કલરની મો.સા. નંબર જી.જે – ૨૬ – એસ -૫૫૧૧ ઉપર સોનગઢ તરફથી બે ઇસમો ઇગ્લીશ દારૂનો જથ્થો લઇ આવે છે જેઓ બારડોલી તરફ જનાર છે. અને તેમાં મોટર સાયકલ ચાલક દિલીપભાઇ લાછીયાભાઇ માવચી રહે , ખખડા ગોકુળનગર ફળીયુ તા.નવાપુર જી. નંદરબારનાનો બારડોલી પો.સ્ટે.થર્ડ ગુના રજીસ્ટર નંબર -૨૧૪ ૨૦૧૭ પ્રોહી એક્ટ કલમ -૬૫ ઇ, ૮૧, ૮૩ મુજબનાં કામે વોન્ટેડ છે તેવી બાતમી હકીકતને આધારે વિરપુર ગામના બસ સ્ટેન્ડ પાસે વોચમાં ઉભા રહેલ અને થોડીવારમાં બાતમી મુજબની મોટર સાઇકલ આવતા તેઓને હાથનો ઇશારો કરી ગાડી સાઇડ ઉપર ઉભી રાખી તેઓને સોશ્યલ ડીસટન્સ હેઠળ ઉભા રાખી નામઠામ પુછતા મો.સા. ચાલકે પોતાનું નામ દિલીપભાઇ લાછીયાભાઇ માવચી ઉ.વ .૩૦ . રહે . ખખડા ગોકુળનગર ફળીયુ તા , નવાપુર જી.નંદરબાર તથા બીજા ઇસમે પોતાનું નામ શૈલેશભાઇ મગનાભાઇ માવચી ઉં , વ .૨૨ રહે . ખખડા ગોકુળનગર ફળીયુ તા, નવાપુર જી . નંદરબાર ના હોવાનું જણાવે છે તેઓની વચ્ચે મો.સા. ઉપર એક કાળા કલરની સ્કુલ બેગ અને એક કાપડની થેલી મુકેલ હોય તેમાં તપાસ કરતા થેલી તથા બેગમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ મહારાષ્ટ્ર બનાવટની દેશી દારૂ સુગન્ધી સંત્રા કંપની શીલ બંધ બાટલી નંગ -૯૬ કિમત રૂપિયા -૪૮૦૦ / – ના પ્રોહી મુદામાલ તથા મોબાઇલ નંગ -૦૧ કિમત રૂપિયા -૩૦૦૦ / – મળી કુલ્લે કિમત રૂપિયા -૭૮૦૦ / – ના મુદામાલ સાથે હેરાફેરી કરતા પકડાઈ જતાં કાયદેસરની કાર્યવાહી કરી આરોપી દિલીપભાઇ લાછીયાભાઇ માવચીને બારડોલી પો.સ્ટે.થર્ડ ગુના રજીસ્ટર નંબર.૨૧૪/૨૦૧૭ પ્રોહી એક્ટ કલમ -૬૫ ઇ, ૮૧, ૮૩ મુજબનાં સંબંધે પુછતાં ગુનાની કબુલાત કરતો હોય જેથી આગળની વધુ તપાસ માટે વ્યારા પોલીસ સ્ટેશન તરફ મોકલી આપેલ છે. આમ ઉપરોકત ગુનાના કામે શ્રી.ડી.એસ. લાડ ઇન્ચાર્જ પોલીસ ઈન્સપેકટર એલ.સી.બી. તાપી તથા તેમની ટીમને વોન્ટેડ આરોપીને ઝડપી પાડવામાં તેમજ પ્રોહી કેસમાં સફળતા મળેલ છે.