ગુજરાત રાજ્યના માજી મુખ્યમંત્રી સ્વ. અમરસિંહભાઈ ચૌધરીની 16મી પુણ્યતિથિ નિમિતે પ્રાર્થનાસભા તથા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ગુજરાત રાજ્યના માજી મુખ્યમંત્રી સ્વ. અમરસિંહભાઈ ચૌધરીની 16મી પુણ્યતિથિ નિમિતે પ્રાર્થનાસભા તથા બ્લડ ડૉનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તાપીના યુવાનોએ મોટી સંખ્યામાં બ્લડ આપ્યું હતું, જેમાં 80 થી 90 બોટલ જેટલું બ્લડ એકત્ર કરવામાં આવ્યું હતું.
તાપી જિલ્લામાં આદિવાસી સમાજના પ્રથમ મુખ્યમંત્રી સ્વ. અમરસીભાઈ ચૌધરીની પુણ્યતિથિએ દર વર્ષની જેમ આ વર્ષે પણ કેમ્પ અને પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ આ વર્ષે કોરોના મહામારી વચ્ચે બ્લડની તાતી જરુર હોય ત્યારે બ્લડ કેમ્પ કરવામાં આવતા એક સરાહનીય કામગીરી કરવામાં આવી છે. આ પ્રસંગે ડોક્ટર તુષારભાઈ ચૌધરી, ગજરાબેન ચૌધરી, જિલ્લા પંચાયત પ્રમુખ, માંડવી મત વિસ્તારના ધારાસભ્ય આનંદભાઇ ચૌધરી, ધારાસભ્ય વ્યારા મત વિસ્તારના પુનાભાઈ ગામીત, ઉચ્છલ-નિઝરના ધારાસભ્ય સુનિલભાઈ ગામીત, તરુણભાઈ વાઘેલા, ભીલભાઈ ગામીત, તાપી જિલ્લા પ્રમુખ રાજેશભાઈ ગામીત, ગમનભાઈ ગામીત વ્યારા તાલુકા પ્રમુખ, સિદ્ધાર્થભાઈ ચૌધરી તાલુકા પંચાયત પ્રમુખ, જી.પં. કારોબારી અધ્યક્ષશ્રી મુકેશ ભાઈ ચૌધરી વગેરે ઉપસ્થિત રહ્યા હતા…