સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં આવેલો દીવતણનો દેવઘાટ ધોધ આકર્ષણનું કેન્દ્ર બન્યો

Contact News Publisher

(નલિન ચૌધરી દ્વારા, ભડકૂવા-માંગરોળ) :  દેવઘાટના ધોધ ને જોવા અને મજા માણવા દૂરદૂરથી સહેલાણીઓ અહીં આવી નયનરમ્ય નજારો જોઇ છે. કહેવાય છે કે આ વિસ્તાર હિંદબા વન તરીકે ઓળખાતો હતો,અગયાત વાસ દરમિયાન પાંડવો ઘણો સમય અહીં રહ્યા હતા ,તેમજ રાજા પંથા અને વિનયાદેવીનું નું સ્થાનક પણ આ દેવઘાટ નજીક છે ત્યારે મહારાષ્ટ્ર અને ગુજરાતના ખૂણે ખૂણે થી આદિવાસી લોકો અહીં આસ્થાથી સ્થાનકે દર્શન કરવા આવે છે ,પહેલા આ દેવઘાટ લોકોમાં આટલો પ્રચલિત ન હતો પરંતુ ગુજરાત સરકાર દ્વારા આ દીવતણના દેવઘાટને પર્યાવરણીય પ્રવાસન કેન્દ્ર તરીકે જાહેર કર્યો છે અને 3.53 કરોડના ખર્ચે આ દેવઘાટને ડેવલોપ કરતા લોકોમાં અતિ પ્રચલિત થયો હતો,આજે આ દેવઘાટ માત્ર આદિવાસી લોકો માટે જ નહીં પરંતુ દૂર-દૂરથી સહેલાણીઓ કુદરતની સૌદર્યતાને નિહાળવા અહીં આવતા હોય છે અને ચોમાસા દરમિયાન સોળેકળાએ ખીલેલા ધોધને જોઈ અચંબિત થઈ જાય છે.
જિલ્લાના છેવાડે આવેલા ઉમરપાડા તાલુકામાં ખેતી અને પશુપાલન સિવાય બીજી અન્ય કોઈ રોજીરોટી કમાવવાની તક ન હતી ત્યારે સરકાર દ્વારા દેવઘાટનો વિકાસ કરાતાં સહેલાણીઓની અવર જવર વધી છે ત્યારે સ્થાનિક આદિવાસીઓ માટે પણ આ ઘાટ આશીર્વાદરૂપ સાબિત થયો છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other