તાપી જિલ્લામાં વ્યારા અને કુકરમુંડા ખાતે “વિશ્વ આદિવાસી દિન” ઉજવણી
પ્રકૃતિના પૂજકોની સાંસ્કૃાતિક વિરાસતને ઊજાગર કરવાનો અવસર પૂરો પાડી આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ માટે રાજય સરકાર સંકલ્પગબદ્વ : -અમરશીભાઈ ખાંભલીયા
(માહિતિ વિભાગ દ્વારા, તાપી) : વ્યારા;રવિવાર: આદિવાસી સમાજની ભવ્ય અને ઐતિહાસિક વિરાસત, પરંપરાગત વારસો અને અસ્મિતાને ટકાવવાના પ્રયાસોના ભાગરૂપે તા.૯મી ઓગસ્ટને ‘વિશ્વ આદિવાસી દિવસ’ તરીકે ઘોષિત કરવામાં આવ્યો છે. જળ, જમીન, જંગલ અને પર્યાવરણ સાથે જોડાયેલ આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરવા સમગ્ર રાજ્યના વિવિધ આદિવાસી જિલ્લાઓમાં ૯મી ઓગસ્ટના રોજ આદિવાસી દિનની ઉજવણી કરવામાં આવે છે. જે અન્વયે તાપી જિલ્લામાં વ્યારા ખાતે ડો.શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલમાં ઘેટા અને ઉન વિકાસ નિગમના ઉપાધ્યક્ષશ્રી અમરશીભાઈ ખાંભલીયા અને કુકરમુંડામાં મામલતદાર કચેરી તાલુકા સેવાસદન ખાતે સાંસદશ્રી પરભુભાઈ વસાવાની ઉપસ્થિતીમાં ‘વિશ્વ આદિવાસી દિન’ ની ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રંસગે પ્રેરક ઉદબોધન કરતા શ્રી ખાંભલીયાએ જણાવ્યું હતુ કે, રાજ્ય સરકારે આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરવા સમગ્ર રાજ્યના આદિવાસી જિલ્લાઓમાં વિધાનસભા વિસ્તાર મુજબ વિશ્વ આદિવાસી દિનની ઉજવણી કરી વર્ષોથી પ્રકૃતિના પૂજકોની સંસ્કૃ તિ, ઉત્સ વ, વૈવિધ્યસભર જીવનશૈલીને ઉજાગર કરવાનો અવસર પૂરો પાડયો છે.
વધુમાં ગુજરાતની ગૌરવવંતી આદિવાસી સંસ્કૃ તિની પરંપરાને જીવંત રાખવા રાજય સરકાર કટિબદ્વ છે. આદિવાસીઓનો ભવ્યન અને ગૌરવવંતો ઇતિહાસ છે. ગુજરાતમાં આદિવાસીઓ પ્રત્યેર સંવેદના છે. તેમનામાં આઝાદી પહેલાંથી જ રાષ્ટ્ર ભકિત પડેલી છે તેમ જણાવી અંગ્રેજો અને મોગલો સામે આઝાદી માટે શહીદ થયેલ વીર સપુતોને યાદ કરી શ્રધ્ધાંજલિ અર્પી હતી.
પૂર્વ મંત્રી અને આદિવાસી યુવા વિકાસ મોરચાના પ્રમુખ મોતીભાઈ વસાવાએ રાજ્ય સરકારે અનોખી પરંપરાનો પ્રારંભ કરીને આદિવાસી સંસ્કૃદતિની વિરાસતને ઊજાગર કરવાનો મહત્વ નો નિર્ણય કર્યો છે ત્યારે આદિવાસી સમાજ શિક્ષિત બની એકતા જાળવી કોઈપણ પડકારો ઝીલીને વૈશ્વિક ફલક પર અગ્રેસર બની સમૃધ્ધ સમાજના ઘડતરમાં ભાગીદાર બનશે તેવી આશા વ્યાકત કરી હતી. અને આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ માટે સરકારે અમલી બનાવેલ વિવિધ યોજનાઓની જાણકારી આપી લોકોને તેનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો હતો.
કાર્યક્રમની શરૂઆતમા સ્વાગત પ્રવચન કરતા કલેક્ટરશ્રી આર.જે.હાલાણીએ જણાવ્યું હતુ કે,તાપી જિલ્લામાં દર વર્ષે વિશ્વ આદિવાસી દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે પરંતુ સાંપ્રત કોવોદ-૧૯ના સંભવિત સંક્રમણને ધ્યાને લઈ સાદગી પૂર્વક ઉજવણી કરવામાં આવી છે. સ્થાનિક વહીવટી તંત્ર અને પ્રજાના સહિયારા પ્રગતિશીલ પ્રયાસોએ આદિવાસી સમુદાયના વિકાસને વેગવંતો બનાવ્યો છે. ત્યારે આગામી દિવસોમાં વિસરાતી જતી આપણી આદિવાસી સંસ્કૃતિના જતન, સંવર્ધન સાથે આદિવાસી સમાજમાં રહેલી પ્રતિભા ખીલી ઉઠે તેમજ આદિવાસી સમાજના ભવ્ય ઇતિહાસ અને ગૌરવવંતી સંસ્કૃતિમાંથી પ્રેરણા લઇ તેની ઉજ્જવળ પરંપરા અને અસ્મિતાને ટકાવી રાખવાના સૌ સહિયારા પ્રયાસો કરીએ.
કુકરમુંડા ખાતે આયોજિત સમારોહમાં સાંસદશ્રી પરભુભાઇ વસાવાએ વિશ્વ આદિવાસી દિવસ અવસરે શુભકામના પાઠવી આદિવાસીઓના ગૌરવવંતા ઇતિહાસનો ચિતાર રજૂ કર્યો હતો. કેન્દ્ર અને રાજ્ય સરકારે આદિવાસી સમાજના સર્વાંગીણ વિકાસ માટે નક્કર આયોજ હાથ ધર્યુ છે તેમ જણાવીને ઉમેર્યુ કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યના ૧૪ જિલ્લા,૫૩ તાલુકા અને ચાર હજારથી વધુ ગામોમાં વસતા ૯૦ લાખ આદિવાસીઓના વિકાસને પ્રાધાન્ય આપી અનેકવિધ યોજનાઓનું સઘન અમલીકરણ કર્યું છે. વર્તમાન કોરોના ઈફેક્ટમાં પણ સરકારે છેવાડેના માનવીની સતત કાળજી રાખી જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ પુરી પાડી છે. આ પ્રસંગે આદિવાસી ક્ષેત્રના વિકાસ માટેની કેન્દ્રા-રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની જાણકારી આપી હતી. તાલુકા સેવા સદન કુકુરમુંડા ખાતેના સમારોહમાં સ્વાગત પ્રવચન કરતા જિલ્લા વિકાસ અધિકારી નેહાસિંઘે સદાય પ્રકૃતિની ગોદમાં રહેતા આદિવાસી સમાજની ભાતિગળ લોક્સંસ્કૃતિને ટકાવી રાખવા સહિયારા પ્રયાસો કરવાની જરૂરિયાત પર ભાર મુક્યો હતો. આ પ્રસંગે સેનેટ સભ્ય શ્રી જયરામ ગામીત, નિઝર પ્રાંત મેહુલ દેસાઈ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે ઉપસ્થિત સૌએ ગાંધીનગરથી મુખ્યમંત્રીશ્રીના પ્રવચનનું જીવંત પ્રસારણ તથા આદિજાતિ કલ્યાણ યોજનાઓની માહિતી દર્શાવતી ફિલ્મ નિહાળી હતી. ઉપરાંત શિક્ષણ, કલા અને રમતગમત ક્ષેત્રની આદિજાતી પ્રતિભાઓ, પ્રગતિશીલ ખેડુતો, પશુપાલકો, સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રમાં વિશિષ્ઠ પ્રદાન આપનાર નાગરિકો સહિત વિવિધ પ્રતિભાઓનુ સન્માન તેમજ સરકારની વિવિધ ઉત્કર્ષ યોજના હેઠળ લાભાર્થીઓને સાધન સહાયનું વિતરણ કરાયું હતુ.
કાર્યક્રમમાં અધિક કલેક્ટર બી.બી. વહોનીયા, ડીઆરડીએ નિયામક જે.જે. નિનામા, પ્રાયોજના વહીવટદાર વીજય પટેલ, વ્યારા પ્રાંત હિતેન્દ્ર જોશી, સોનગઢ ન.પા.પ્રમુખ વૈશાલીબેન ચૌધરી, પ્રા.શિક્ષણાધિકારી જયેશ પટેલ, ડી.ઓ બી.એમ. પટેલ, આદિજાતી વિકાસ વિભાગ ગાંધીનગના એસ.ઓ. વિપુલ રાઠવા, આદિજાતી મદ.નિયામક બી.એલ. ગામીત, જિ.પં.વિરોધ પક્ષના નેતા મોહનભાઈ કુંકણી સહિત મહાનુભાવો, લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.