ડાંગ જિલ્લાના યોગ ટ્રેનરોને ઓનલાઈન પ્રમાણપત્ર વિતરણ કરતા મુખ્યમંત્રીશ્રી
વિડીયો કોન્ફરન્સના માધ્યમથી યોજાયેલા કાર્યક્રમમાં આહવા ખાતે કલેક્ટરશ્રી સહિતના અધિકારીઓ રહ્યા ઉપસ્થિત
(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : વઘઇ; તા; ૭; મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી યોગ ટ્રેનરોને પ્રમાણપત્રો વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજ્યભરના યોગ ટ્રેનરોને પ્રમાણપત્રો એનાયત કરવાના ભાગરૂપે આયોજિત આ કાર્યક્રમ અંતર્ગત આહવા સ્થિત જિલ્લા સેવા સદનના વિડીયો કોન્ફરન્સ હોલમાં ઓનલાઈન/લાઈવ કાર્યક્રમમાં ડાંગ જિલ્લાના ૨૦ જેટલા યોગ ટ્રેનરોને જોડવામાં આવ્યા હતા.
જિલ્લા રમતગમત કચેરી તરફથી પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લાના ૨૦ જેટલા યોગ ટ્રેનરોને ગુજરાત યોગ બોર્ડ દ્વારા તાલીમ આપવામાં આવી હતી. જેમને જિલ્લા કલેકટર શ્રી એન.કે.ડામોર, જિલ્લા વિકાસ અધિકારી શ્રી એચ.કે.વઢવાણીયા, નિવાસી અધિક કલેકટર શ્રી ટી.કે.ડામોર સહિતના ઉચ્ચાધિકારીઓના હસ્તે પ્રમાણપત્રો એનાયત કરાયા હતા. દરમિયાન મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રુપાણીએ ઓનલાઈન સંબોધનમાં ગુજરાતભરના ટ્રેનરોને માર્ગદર્શિત કાર્ય હતા.
–