માંગરોળ તાલુકાનાં કોસંબા થી અંકલેશ્વર વચ્ચે વેલકેર હોસ્પિટલ ખાતે ૬૦ બેડની કોવિડ 19 ની વ્યવસ્થા ઉભી કરાતા વિસ્તારના ૨૫ ગામોની જનતામાં પ્રસરેલી ખુશીની લહેર
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : છેલ્લા ચાર મહિનાથી ગુજરાત સહિત ભારત દેશમાં તેમજ વિશ્વમાં કોરોનાવાયરસે ભારે મહામારી અને ખાના ખરાબી સર્જી છે શહેરોમાં ઘુસ્યા બાદ હવે ગ્રામ્ય વિસ્તારમાં પગ પેસારો કરી કોરોનાવાયરસ જનતાને નિશાન બનાવી રહ્યો છે,માંગરોળ તાલુકો, કોસમડી, કોસંબા, તરસાડી,સહિત ૨૦થી ૨૫ ગામોમાં આ કોરોનાવાયરસ સંખ્યાબંધ નિર્દોષ માણસોને ભરખી ગયો છે અને હજી પણ ભરખી રહ્યો છે.સારવાર ક્યાં કરાવવી તેની ચિંતા આ વિસ્તારની જનતાને સતાવતી હતી તે જ અરસામાં મંગરોળ તાલુકાનાં કોસંબા થી માત્ર સાત કિલોમીટરના અંતરે ખરોડ ખાતે આવેલી વેલકેર હોસ્પિટલ ના મેનેજમેન્ટ ના સહિયારા પ્રયાસો તેમજ વહીવટીતંત્રને પગલે સરકાર દ્વારા ૬૦ બેડની કોવિડ 19 ની મંજૂરી મળતા હોસ્પિટલના મેનેજમેન્ટ દ્વારા તાત્કાલિક અસરથી અત્યાધુનિક સુવિધાથી કોવીદ 19 હોસ્પિટલમાં સજજુ કરી દઈને હોસ્પિટલ શરૂ કરી દેવાતા આ હોસ્પિટલમાં શરૂ કરાયેલ સેવાનો લાભ સૌપ્રથમ માંગરોળ તાલુકાનાં કોસંબાના દર્દીએ લઈ હોસ્પિટલમાં સારવાર માટે એડમિટ થયા હોવાનું જાણવા મળ્યું છે,આ વેલ કેર હોસ્પિટલ માં કોરોનાવાયરસ ની ગંભીર મહામારીમાં લોકોને સારવાર માટે સુવિધા ઉપલબ્ધ થતાં આસપાસના ૨૦થી ૨૫ ગામની જનતામાં રાહતની લાગણી તેમજ ખુશી છવાઇ છે .