સ્વનિર્ભર શાળાઓના વિદ્યાર્થીઓની ચિંતા થશે દૂર સોમવાર ૨૭-૦૭-૨૦૨૦ થી શાળા થશે ફરી ઓનલાઇન

પ્રતિકાત્મક તસ્વીર

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા):  ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગના તા . ૧૬-૦૭-૨૦૨૦ ના જી.આર. ( આદેશપત્ર ) દ્વારા સ્વનિર્ભર શાળાઓના સંચાલનમાં આર્થિક સંકટ ઉભું થાય તેવી વાત કરવામાં આવી હતી , તેનાથી સ્વનિર્ભર શાળાઓ આધાત અનુભવતાં તા . ૨૩-૦૭ – ર ૦ ર ૦ ના રોજ મહામંડળ દ્વારા સમગ્ર ગુજરાતની શાળાઓ સાથે ચર્ચા કરી હતી અને સમગ્ર સ્વનિર્ભર શાળાઓએ સ્વયંભૂ અનઅધ્યયની અસહકારની શાંતિપૂર્ણ રજૂઆત કરી હતી , ગાંધીજીના આદર્શો પર ચાલનાર ગુજરાતની શાંતિપ્રિય પ્રજાએ સ્વનિર્ભર શાળાના શાંતિપૂર્ણ આંદોલનને શાંતિપૂર્ણ રીતે સ્વીકાર્યો હતો . સ્વનિર્ભર શાળાઓ પોતાના વાલીમિત્રોને પણ આત્મનિર્ભર માને છે . છેલ્લા બે દિવસમાં ગુજરાતના સમજુ , સમર્થ અને સહકારી વાલી માતા – પિતાઓ એ અમારી શાળાઓને સોશ્યલ મીડીયાના માધ્યમથી અને ટેલિફોનિક રીતે ઓનલાઈન એજયુકેશન શરૂ કરવાની લાગણી સભર માંગણી કરી હતી . સ્વનિર્ભર શાળાઓએ રાજય સરકારના અસંવેદનશીલ જી.આર.ને પરત ખેંચવા અને શિક્ષણ પુનઃ ઓનલાઈન થાય તેવી શ્રદ્ધા અને વિશ્વાસ સાથે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં તા . ૨૪-૦૭-૨૦૨૦ના રોજ રીટ પીટીશન દાખલ કરેલ છે . તેનો માનનિય ન્યાયપાલિકાએ સ્વીકાર કર્યો છે . તેથી ગુજરાતની તમામ સ્વનિર્ભર શાળાઓ બાળકના હિતને ધ્યાનમાં રાખીને ન્યાયપાલિકામાં દાદ માંગી છે . ગુજરાતની સ્વનિર્ભર શાળાઓમાં લાખો કર્મયોગી કર્મચારીઓ અને સન્નિષ્ઠ શિક્ષકો સાથે ચોકકસ ન્યાય થશે એવો વિશ્વાસ હોવાથી અમે સૌ એકમત થઈ બાળ માનસ પર આ બાબતની કોઈ અવળી અસર ઉદ્દભવે તે પૂર્વે આગામી તા . ર૭-૦૭-૨૦૨૦ સોમવારથી ઓનલાઈન શરૂ કરીએ છીએ . સ્વયંભૂ અનઅધ્યયન ના એકતા યજ્ઞમાં જોડનાર ૧૬000 જેટલી શાળાના તમામ સંચાલકશ્રીઓનો આભાર વ્યક્ત કરીએ છીએ . આ સંવેદનશીલ બાબતને તમામ પ્રકારના પ્રેસ અને મીડીયાના કર્મીઓએ હકારાત્મક સહકાર આપી લાખો બાળકોના ભવિષ્યની ચિંતા કરી છે , તેમનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ . ત્રણ દિવસથી બંધ શિક્ષણ કાર્યને પુન : ધબકતું કરવામાં અસંખ્ય શિક્ષણવિદો , તજજ્ઞો , સાહિત્યકારોએ અને પત્રકારશ્રીઓએ પૂર્ણ સ્વનિર્ભર શાળાઓની વ્યથાને વાચા આપી છે તેમનો પણ આભાર વ્યક્ત કરે છે . સરસ્વતીના મંદિરો મકાન વગર પુનઃ ઓનલાઈન થશે તો બાળમુખ પર આનંદ છવાઈ જશે . ગુજરાત રાજય શાળા સંચાલક મહામંડળના આજના ઓનલાઈન અધિવેશનમાં નકકી થયા મુજબ સરકાર દ્વારા જે જી.આર. તૈયાર કરવામાં આવ્યો તે બિલકુલ ગેરવ્યાજબી છે , અન્યાય કરતા છે અને શિક્ષણ જગત માટે ખુબજ નિરાશાજનક છે . અમે આ પરિપત્ર સામે વિરોધ નોંધાવ્યો છે સાથે સાથે આ જી.આર. ની સામે લીગલ ફાઈટ કરવા માટે હાઈકોર્ટની અંદર અમે એપ્લાય થયા છીએ ત્યારે હાઈકોર્ટ અમને સંપૂર્ણ રીતે ન્યાય આપશે તેવી આશા એ સરકાર સામે હજુ પણ અમારો વિરોધ નોંધાયેલો છે તેમની સામે રોષ છે જ પરંતુ આ સમય દરમ્યાન વિદ્યાર્થીઓ અને વાલીઓ તરફથી ઓનલાઈન શિક્ષણ આપવા માટે ધણા બધા ફોન કોલ્સ , મેસેજ અને રિકવેસ્ટ આવેલી છે તેના અનુસંધાને અમે ધણા બધા તજજ્ઞો સાથે ચર્ચા – વિચારણા કરી તેના મંતવ્ય મુજબ અને નાના બાળકોનું શિક્ષણ વધારે સમય જોખમાય અને શિક્ષણથી બાળકો વિમુખ ન થાય એ માટે અમે એવો નિર્ણય લીધો છે કે વહીવટી રીતે ગુજરાત રાજયની તમામ શાળાઓ બંધ રહેશે પરંતુ બાળકોનું શિક્ષણ વધારે ન બગડે એ માટે ઓનલાઈન શિક્ષણ અમે શરૂ કરીએ છીએ તો આ વાત સમગ્ર સંચાલક મંડળના હોદ્દેદારો પ્રતિનિધિઓ અને કોર કમિટી તેમજ અખિલ ગુજરાત રાજય સંચાલક મહામંડળના પ્રમુખ નારણભાઈ પટેલ સૌએ એક અવાજે નિર્ણાયક સ્વરૂપે સંમતિ આપેલ છે તેથી બાળકોના હિતમાં અમે આ નિર્ણય લીધો છે પણ સરકારના આ અભિગમ સામે અસહકારથી વિરોધ નોંધાવીએ છીએ . સરકાર સાથે અમારા ધણા સૈદ્ધાંતિક મતભેદો છે , તેનો અમને રોષ છે તથા સ્કૂલના વહીવટી કાર્ય પણ બંધ રાખીને અમારો વિરોધ હજુ પણ ચાલુ રાખે છે . ધન્યવાદ …

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *