તાપી જીલ્લાનાં ખેડૂતો માટે હવામાન આધારીત કૃષિ સલાહ

મૌસમ પૂર્વાનુમાન ચાર્ટ

Contact News Publisher

(નવસારી કૃષિ યુનીવર્સીટી, ભરૂચ અને ભારત મોસમ વિભાગ, અમદાવાદ દ્વારા પ્રસારિત)
કૃષિ હવામન બુલેટિન નં: 33/૨૦૨૦
તાપી જીલ્લો
તા.૨૪/૦૭/૨૦૨૦
મોસમ પૂર્વાનુમાન તા. ૨૫-૦૭-૨૦૨૦ થી ૨૯-૦૭-૨૦૨૦

હવામાન આધારીત કૃષિ સલાહ
૧. પાક – પાકો માં રોગનું જૈવિક નિયંત્રણ
પાક અવસ્થા : બીજ અવસ્થા, ધરું માવજત અને જમીન માવજત
કૃષિ સલાહ: પાકમાં આવતા બીજ જન્ય, જમીન જન્ય, રોગો જેવાકે સુકારો, મૂળનો કોહવારો, ધરું મૃત્યુ અને થડ નો કોહવારો વગેરે નું નિયંત્રણ કરવા માટે ટ્રાયકોડર્મા (જૈવિક ફૂગનાશક) નો ઉપયોગ કરવો. બીજ માવજત – બીજ ને ટ્રાઇકોડમાઁથી ૧0 ગ્રામ પ્રતિ કિલો બિયારણ પ્રમાણે વાવેતર સમયે માવજત આપવી. જમીન માવજત – ૧ કિલો ટ્રાઇકોડમાઁ ૧૨૫ કોલો સેન્દ્રિય ખાતર જેવા કે સારા કોહવાયેલા છાણિયા ખાતર અથવા દિવેલી ના ખોળ સાથે સારીરીતે ભેળવિને ચાસમાં આપવું. ધરું માવજત – ૨૦૦ ગ્રામ ટ્રાયકોડર્મા (જૈવિક ફૂગનાશક) ને ૧૦ લિટર પાણી મા ઓગાળી દ્રાવણ તૈયાર કરી ધરુના મૂળ ને દ્રાવણમાં 10 થી 15 સેકંડ ડૂબાડી પછી રોપણી કરવી.
૨. પાક – ડાંગર
પાક અવસ્થા : ફૂટ અને જીવ અવસ્થા
કૃષિ સલાહ: દક્ષિણ ગુજરાતનાં વધુ વરસાદવાળા ખેત આબોહવાકીય વિસ્તારમાં ડાંગરની ખેતી કરતાં ખેડૂતોને વધુ ઉત્પાદન, ગાભમારો અને કથીરીના ઓછા ઉપદ્રવ તેમજ ઢળવાનું પ્રમાણ ઘટાડવા ફૂટ અને જીવ પડવાની અવસ્થાએ ૧.૫% પોટેશિયમ સિલિકેટ અને ભલામણ કરેલ ખાતર ઉપરાંત છંટકાવ કરવાની ભલામણ કરવામાં આવે છે.
ડાંગરના પાકમાં નાઇટ્રોજન ખાતરની જરૂરિયાત ચકસવા માટે લીફ કલર ચાર્ટ (એલસીસી) નો ઉપયોગ- લીફ કલર ચાર્ટ (એલસીસી) નો ઉપયોગ ડાંગરના પાકની નાઇટ્રોજન ખાતરની જરૂરિયાતોને નિર્ધારિત કરવા માટે થાય છે. એલસીસી પાસે ચાર લીલા રંગનાં પટ્ટાઓ છે, જેમાં પીળો લીલો થી ઘાટા લીલો રંગનો રંગ છે. તે ડાંગરના પાનની લીલોતરી નક્કી કરે છે, તે પાન માં કેટલું નાઇટ્રોજન છે તે દર્શાવે છે.
લીફ કલર ચાર્ટનો ઉપયોગ કેવી રીતે કરવો…
• સ્ટેપ 1– પરીક્ષણ માટે છોડ પસંદ કરો – કોઈ ક્ષેત્રમાં ઓછામાં ઓછા 10 રોગ મુક્ત ચોખા છોડ અથવા ટેકરીઓ પસંદ કરો, જ્યાં છોડની વસ્તી એકસરખી હોય.

સ્ટેપ 2– ચાર્ટ સાથે પર્ણ સાથે મેચ કરવું – દરેક ટેકરી અથવા છોડમાંથી ટોચનો, સૌથી નાનો, સંપૂર્ણ રીતે વિસ્તૃત પાંદડો પસંદ કરો. આ ભાગ છોડની N સ્થિતિને શ્રેષ્ઠ પ્રતિબિંબિત કરે છે.પાંદડાના મધ્ય ભાગને એલસીસી પર મૂકો અને રંગની પેનલ્સ સાથે તેના રંગની તુલના કરો. પર્ણને અલગ અથવા નાશ કરશો નહીં.
સ્ટેપ 3-પાનના રંગને માપો – તમારા શરીરની છાયા હેઠળ પાંદડાના રંગને માપો. સીધો સૂર્યપ્રકાશ પાંદડાના રંગના વાંચનને અસર કરે છે. જો શક્ય હોય તો, તે જ વ્યક્તિએ દરરોજ તે જ સમયે એલ.સી.સી. વાંચવું જોઈએ. જો ચોખાના પાનનો રંગ બે શેડની વચ્ચે હોય, તો બે મૂલ્યોની સરેરાશને વાંચન તરીકે લો. ઉદાહરણ તરીકે, જો રંગ 3 અને 4 ની વચ્ચે હોઈ તો રીડિંગ 3.5 લેવું.

• સ્ટેપ 4- સરેરાશ એલસીસી નક્કી કરો – 10 પાંદડાનું વાંચન લો અને સરેરાશ નક્કી કરો. જો રંગ 3 થી ઓછા અથવા ઓછા હોય, તો નાઈટ્રોજન ખાતર ટોપ ડ્રેસિંગની કરવાની જરૂર છે૬. ધરું ટ્રાન્સપ્લાન્ટ કર્યા પછીના 14 દિવસ પછી ટિલરિંગ (ફૂટ અવસ્થા) ની શરૂઆતથી દર 7-10 દિવસમાં એકવાર એલસીસીનો ઉપયોગ કરો. પેનીકલ આવ્યા પછી 5-10 દિવસ સુધી આ પ્રક્રિયા ચાલુ રાખો.
લીફ કલર ચાર્ટ મેળવવા માટે તમારા ગામના ગ્રામસેવક નો સંપર્ક કરવો
૩. પાક – કપાસ
પાક અવસ્થા : વાનસ્પતિક વૃદ્ધિ
કૃષિ સલાહ: રાસાયણિક નિંદણ નિયંત્રણ માટે ૧.૦ કિ.ગ્રા/હે.પેન્ડીમેથાલીન વાવણી પહેલા કે વાવણી પછી તુરત જ પ૦૦-૬૦૦ લીટર પાણીમાં ભેળવીને છાંટવું.
-વાવણી બાદ કવીઝાલોફોપ-પી-ઈથાયલ ૦.૦પ૦ કિ.ગ્રા/હેક્ટર (૨૫ મિલી દવા ૧૫ લિટર પાણીમાં) ર૦ થી રપ દિવસે છંટકાવ કરવાથી ઘાસવર્ગના (સાંકડા પાન) નિંદણ નિયંત્રણ થઈ શકે છે. નિંદામણ નાશક દવાના છંટકાવ વખતે જમીનમાં પૂરતા પ્રમાણમાં ભેજ હોવો જરુરી છે.
૪. પાક – ભીંડા
પાક અવસ્થા : ફૂલ અને ફ્રૂટ અવસ્થા
કૃષિ સલાહ: ભીંડામાં કાબરી ઇયળ અને ડૂંખ અને ફળ કોરી ખાનાર ઇયળના નિયંત્રણ માટે ફેરોમોન ટ્રેપ હેક્ટર દીઠ ૫ થી ૬ રાખવા. ક્વિનાલફોસ ૨૫ ઇસી ૨૦ મિ.લિ. અથવા સાયપરમેથ્રીન ૨૫ ઇસી ૪ મિ.લિ. અથવા એમામેક્ટીન બેન્ઝોએટ ૫ એસ.જી. 3 ગ્રામ અથવા ક્લોરાન્ટ્રાનિલિપ્રોલ ૧૮.૫ એસ.સી. ૩ મિ.લિ. દવા ૧૦ લિટર પાણીમાં ભેળવીને છાંટવી.
૫. પાક –મરચી
પાક અવસ્થા : ખેતી પદ્ધતિ
કૃષિ સલાહ: ધરૂ ઉછેર માટેનો સમય – ચોમાસું : જુન–જુલાઈ, બીજની જરૂરીયાત – ૭૫૦ ગ્રામ, ધરૂ/રોપા ની જરૂરીયાત (પ્રતિ હેકટર) – ૬૦,૦૦૦ હજાર, રોપણી અંતર (સેમી) –૬૦×૬૦, રાસાયણિક ખાતર(પ્રતિ હેકટર) -૧૦૦-૫૦-૫૦/ના.ફો.પો. આ ઉપરાંત વાઈરસ જેવા રોગ કે જે સફેદમાખી થી ફેલાય છે, તેનાથી પાક ને રક્ષણ આપવા માટે પાકની અંદર સમયાંતરે દેખરેખ રાખો અને સફેદ માખીનો ઉપદ્રવ જણાય તો ઇમીડાક્લોપ્રિડ 3 મિલી પ્રતિ ૧૦ લિટર પાણીમાં નાખીને ૨ થી ૩ વાર છંટકાવ કરી વેક્ટરને (સફેદમાખી) નિયંત્રણમાં રાખવા સલાહ આપવામાં આવે છે.
૬. પાક – ભીંડા
પાક અવસ્થા : ખેતી પદ્ધતિ
કૃષિ સલાહ: ધરૂ ઉછેર માટેનો સમય – ચોમાસું : જુન–જુલાઈ, બીજની જરૂરીયાત – ૧૦-૧૨ કિગ્રા, રોપણી અંતર (સેમી) – ૬૦×૩૦, રાસાયણિક ખાતર (પ્રતિ હેકટર) – ૧૫૦-૫૦-૫૦/ના.ફો.પો
આ ઉપરાંત વાઈરસ જેવા રોગ કે જે સફેદમાખી થી ફેલાય છે, તેનાથી પાક ને રક્ષણ આપવા માટે પાકની અંદર સમયાંતરે દેખરેખ રાખો અને સફેદ માખીનો ઉપદ્રવ જણાય તો ઇમીડાક્લોપ્રિડ 3 મિલી પ્રતિ ૧૦ લિટર પાણીમાં નાખીને ૨ થી ૩ વાર છંટકાવ કરી વેક્ટરને (સફેદમાખી) નિયંત્રણમાં રાખવા સલાહ આપવામાં આવે છે.
૭. પાક – બધાજ પાકમાં ઉપયોગી (સેંદ્રિય પ્રવાહી ખાતર નોવેલ નોરોજી)
પાક અવસ્થા : ફૂલ અને ફળ અવસ્થા
કૃષિ સલાહ: કેળના થડ માથી બનાવેલ સેંદ્રિય પ્રવાહી ખાતર નો ઉપયોગ કરવો જેના ઉત્પાદક અને વિક્રેતા: નવસારી કૃષિ યુનિવર્સિટી છે. નૌરોજી પ્રવાહી આપવાના ફાયદા – સંપૂર્ણ સેંદ્રિય પ્રવાહી ખાતર છે, – નાઇટ્રોજન, ફોસ્ફોરસ, પોટાશ ઉપરાંત સૂક્ષ્મતત્વો અને વૃદ્ધિવર્ધક પણ ધરાવે છે, જુદા જુદા પાકમાં ફૂલ અને ફળ આવવાની અવસ્થા એ છંટકાવ કરવાથી પાક તંદુરસ્ત રહે, ફૂલ અને ફળ ની સંખ્યામાં વધારો થાય તેમજ ઉત્પાદનમાં વધારો થાય છે. પ્રમાણ – ૧૦૦ મિલી પ્રવાહી ખાતર ૧૫ લિટર પાણીમાં મિક્સ કરીને છાંટવાણી ભલામણ છે.

(સૌજન્ય: કે.વિ.કે. તાપી)

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *