માંગરોળ તાલુકામાંથી પસાર થતાં નેશનલ હાઇવે ૪૮ પર પીપોદરા ગામે થયો અકસ્માત દારૂ ભરેલી સ્કરોપીયો કાર ટ્રક પાછળ અથડાય : લોકોએ દારૂની ચલાવી લૂંટ

Contact News Publisher
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : માંગરોળ તાલુકામાંથી નેશનલ હાઇવે ૪૮ પસાર થાય છે, આ નેશનલ હાઇવે ઉપર પીપોદરા ગામે દારૂ ભરેલી સ્કોર્પિયો કાર એક ટ્રકની પાછળ ઘુસી જતાં કારના ક્લીનરનું ઘટનાં સ્થળે મોત નીપજ્યું છે , આ બનાવ બનતા કારનો ચાલક ઘટનાં સ્થળેથી ફરાર થઈ ગયો હતો,ત્યારબાદ ઘટનાં સ્થળે લોકોનાં ટોળાં એકત્ર થતાં કેલાક લોકોએ રીતસરની દારૂની લૂંટ ચલાવી હતી આ બનાવની જાણ માંગરોળ તાલુકાની કોસંબા પોલીસ ને કરવામાં હતી અને પોલીસેઘટનાં સ્થળે આવી ટ્રકના પાછળનાં ભાગે ફસાયેલ કારને બહાર કાઢવા માટે જેસીબી ની મદદ લેવામાં આવી હતી, કારને બહાર કાઢ્યા બાદ ક્લીનર ની લાશ બહાર કાઢી લાશનું પી.એમ. કરવાની તજવીજ હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે.