સુરત ગ્રામ્યમાં કોરોના બેકાબુ : આજે વધુ ૭૭ કોરોનાં રિપોર્ટ પોઝીટીવ આવ્યા : માજી સાંસદ અને એમની પત્ની પણ કોરોનાની લપેટમાં
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : છેલ્લા ઘણાં લાંબા સમયથી સુરત શહેર અને ગ્રામ્યમાં કોરોનાં નો કહેર દિવસે દિવસે બેકાબુ બની રહ્યો છે, આજે તારીખ ૨૧ મી જુલાઈનાં રોજ સુરત ગ્રામ્ય વિસ્તારમાં ૭૭ નવા કોરોનાંનાં પોઝીટીવ કેસો નોંધાયા છે. જેમાં કામરેજમાં ૦૯ ,ચોર્યાશી ૧૧ , મહુવા ૦૭ ,ઓલપાડ 0૦૭,માંગરોળ ૦૯, પલસાણા ૧૨, માંડવી ૦૬ અને બારડોલી ૧૬ નો સમાવેશ થાય છે. આ સાથે ગ્રામ્ય વિસ્તારમાં કુલ ૧૯૨૬ કોરોનાંનાં પોઝીટીવ કેસો થયા છે. જ્યારે મૃત્યુઆંક ૬૫ ઉપર પોહચ્યો છે જ્યારે ભાજપના માજી સાંસદ અને રાજ્ય ખાંડ ઉદ્યોગ સંઘના માજી પ્રમુખ માનસિંગ પટેલ અને એમની પત્ની પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે, બંનેના કોરોનાંનાં રીપોર્ટ પોઝીટીવ આવતાં આ બન્નેને ચલથાણની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. હાલ જિલ્લાનાં અનેક સહકારી આગ્રણીઓ પણ કોરોનાની લપેટમાં આવી ચુક્યા છે.