તડકેશ્વર ગ્રામ પંચાયતે ગામનો કચરો એકત્ર કરી, કીમ થી માંડવી જતાં રાજ્યધોરીમાર્ગ ઉપર નાંખતા પ્રજામાં ભભૂકેલો રોષ
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : હાલમાં કોરોનાંની મહામારીએ માજા મૂકી છે, બીજી તરફ દેશમાં કોરોનાંના કેસ દશ લાખ ની ઉપર પોહચી ચુક્યા છે, ત્યારે સુરત જિલ્લા માં પણ કેસદિવસે દિવસે ખૂબ વધી રહ્યા છે ત્યારે વહીવટી તંત્ર પણ કોરોનાં મહામારાની કેસ ઓછા થાય એ માટે કામે લાગ્યું છે, તેમજ સ્વચ્છતા જળવાઇ રહે અને મહામારીથી બચી શકાય એવા પ્રયાસો કરી રહ્યું છે, ત્યારે તડકેશ્વર ગ્રામ પંચાયતે ગામનો કચડો ઉગરાવી કીમ થી માંડવી જતાં રાજ્યધોરીમાર્ગનાં મુખ્ય માર્ગ પર નાખી જાણે રોગ ને સામે થી આમંત્રણ આપી રહ્યા હોય એમ લાગે છે જ્યારે આ માર્ગ પરથી પસાર થતા લોકોએ નાક પર રૂમાલ મૂકી પસાર થવું પડે છે , ગ્રામ પંચાયતનાં આવા કૃત્ય સામે પ્રજાજનોમાં રોષ જોવા મળી રહ્યો છે, આ પ્રશ્ને સંબંધિત વિભાગો સહીત આરોગ્ય વિભાગ ગ્રામ પંચાયત સામે જરૂરી કાર્યવાહી હાથ ધરી આ કચરો હટાવે એવી માંગ પ્રજાજનો એ કરી છે.