તાપી જીલ્લામાં વધુ એક કોરોના દર્દીનું મોત : જીલ્લામાં કુલ બે દર્દીઓને કોરોના ભરખી ગયો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં વધુ એક કોરોના દર્દીનું મૃત્યુ થયું છે જેઓ વ્યારાનાં રહેવાસી હોવાનું જાણવાં મળ્યું છે.
તાપી જિલ્લાની કોવિદ-૧૯ ડેડીકેટેડ જનરલ હોસ્પિટલ વ્યારા ખાતે દર્દી, ઉંમર-૭૫ વર્ષ; પુરુષ રહેવાસી – સ્નેહકુંજ કોલોની, આહુરા એપાર્ટ્મેંટ વ્યારા, જીલ્લા – તાપી, તા-૦૨-૦૭-૨૦૨૦ ના રોજ દાખલ કરેલ. જેમને ન્યુમોનિયાના ચિહ્નો જણાયેલ હતા. જે તપાસ કરાવતા બેક્ટેરીયલ ન્યુમોનિયા માલુમ પડેલ. સાથે સાથે દર્દી ને ડાયબિટીસ, સેપ્ટીસેમિયા, કીડની ફેઇલર હતા. અને સાથે કોવિદ-૧૯ નો રીપોર્ટ પણ પોસીટીવ હતો. જે આજ રોજ તા-૨૧-૦૭-૨૦૨૦ ના રોજ અવસાન પામેલ છે. અવસાન નું મુખ્ય કારણ અનકંટ્રોલ ડાયબિટીસ,એક્યુટ રેસ્પાયરેટ્રી ફેઈલર સાથે સેપ્ટીસેમિયા, સેપ્ટીક એક્યુટ રીનલ ફેઈલર, સીવીયર ન્યુમોનિયા હોવાથી સડન કાર્ડિયો-રેસ્પાયરેટ્રી અરેસ્ટ થયેલ હતુ.