આજે સુરત જિલ્લામાં નવા ૯૨ કેસ નોંધાયા : જિલ્લામાં પોઝીટીવ કેસોની કુલ સંખ્યા ૧૬૮૬ : જેમાં સૌથી વધુ કામરેજ તાલુકામાં ૨૧ કેસ નોંધાયા છે
( નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : આજે સમગ્ર સુરત જિલ્લામાં નવા ૯૨ કોરોનાંનાં કેસો નોંધાયા છે, જેની સાથે સુરત જિલ્લામાં કોરોનાંનાં પોઝીટીવ કેસોની કુલ સંખ્યા ૧૬૮૬ ઉપર પોહચી છે, આજે જિલ્લાના કામરેજ તાલુકામાં સૌથી વધુ કોરોનાંનાં ૨૧ કેસો નોંધાયા છે, જ્યારે માંગરોળ તાલુકામાં ૧૩, બારડોલીમાં ૧૨, ઓલપાડમાં ૮, મહુવા ૮, પલસાણા ૧૧, બારડોલી-૧૨,માંડવી-૫, ચોર્યાસીમાં ૧૪ મળી કુલ ૭૬ કેસો નોંધાયા છે, જ્યારે જિલ્લાના બારડોલી ખરવાસાની ૭૦ વર્ષીય મહીલા,કામરેજના એક ૪૨ વર્ષીય અને ૬૭ વર્ષીય પુરૂષ મળી કુલ ત્રણના મોત થયા છે,જેની સાથે જિલ્લામાં કુલ મૃત્યુ આંક ૫૭ ઉપર પોહચ્યો છે, જેને પગલે સુરત જિલ્લા નું અને ઉપરોક્ત તાલુકાઓનું આરોગ્ય ખાતું અને વહીવટીતંત્ર દોડતું થઈ ગયું છે, તો બીજી તરફ ઉપરોક્ત તાલુકાઓની પ્રજામાં કોરોનાનો ભય ઉભો થવા પામ્યો છે.