સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના વાંકલ ગામે લોકડાઉન લંબાવાયુ
(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) : વાંકલ તથા આજુબાજુના ગામોમાં કોરોનાના કેસો વધી રહ્યા છે તા. 12/07/2020 થી 18/07/2020 સુધી લોકડાઉન જાહેર કરાયું હતું જેનો સમયગાળો પૂરો થતાં ગ્રામજનોનાં હિતને ધ્યાનમાં રાખીને વાંકલ ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા 19/07/2020 થી 31/07/2020 સુધી વાંકલ ગામ ને ફરી વખત લોકડાઉન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
જેમાં કરીયાણા, શાકભાજી, ફળ, દુધની ડેરી, મેડિકલ સ્ટોર, પ્રોવિઝન સ્ટોર સવારે 7:00 કલાક થી બપોરે 2:00 વાગ્યે સુધી ખુલ્લી રહેશે. એ સિવાય તમામ દુકાનો, લારી ગલ્લા બંધ રહેશે. તેમજ દરેક દુકાનદારોને માહિતગાર કરવામાં આવ્યા છે કે હાથ-મોજા તેમજ સેનેટાઈઝર ફરજીયાત ઉપયોગ કરવાનું રહેશે.અને દુકાનમાં આવનાર તમામ ગ્રાહકોને શોશિયલ ડિસ્ટન્સનુ પાલન કરાવાનુ તેમજ દુકાનદારે તેમજ ગ્રાહકોએ ફરજીયાત માસ્કનો ઉપયોગ કરવાનો રહેશે અને આ વખતે દુકાનદારે દુકાનમાં આવનાર તમામ ગ્રાહકોની યાદી બનાવાની સુચનાઓ આપવામાં આવી છે.તેમજ બહાર ગામથી આવનાર લોકોને કામકાજ પતાવીને તરત પોતના ગામે પરત ફરવાની સુચનાઓ આપવામાં આવી છે.તેમજ ગ્રામજનો બહાર નોકરી ધંધા અર્થે તેમજ કામકાજ માટે બહાર ગયા હોય તો પરત ફરતા લોકોના સંપર્કમાં આવું નહીં અને સીધા ઘરે જઈને નાહીધોહીને પોતાના કપડાને સેનેટાઈઝ કર્યા બાદ બીજાના સંપર્કમાં આવવું અને કામ વગર બહાર નીકળવું નહી અને જો આ તમામ નિયમોનુ પાલન નહીં કરવામાં આવે તો તેમના વિરુદ્ધ વાંકલ ગ્રૂપ ગ્રામ પંચાયત દ્વારા કડક પગલાં લેવામાં આવશે તેવું વાંકલ ગૃપ ગ્રામપંચાયત દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.