માંગરોળ અને ઉમરપાડા તાલુકાનાં ખેડૂતોને ખેતી કરવા માટે પાઇપ લાઈનથી પાણી મળશે  

Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  :  માંગરોળ અને ઉમરપાડા તાલુકાનાં કેટલાંક વિસ્તારોમાં આજે પણ સિંચાઇની કોઈ સુવિધા ઉભી કરવામાં આવી નથી, જેને પગલે આ વિસ્તારના ખેડૂતોએ વરસાદ પડે તો જ ખેતીનાં પાકો લઈ શકે, અને તે પણ વર્ષમાં માત્ર એક જ વાર, આ વિસ્તારના ખેડુતો તરફથી આ વિસ્તારના ધારાસભ્ય અને રાજયનાં કેબીનેટ મંત્રી ગણપતસિંહભાઈ વાસવાને રજુઆત કરી હતી, આ રજૂઆત બાદ ગણપતસિંહભાઈ વસાવા એ રાજ્ય સરકારમાં રજુઆત કરી હતી, ત્યારબાદ સરકારે નવ સો કરોડ રૂપિયા પાઇપ લાઈન મારફતે ખેતીનાં કામ માટે પાણી પોહચાડવા માટેની યોજનાને મંજૂરી આપી આ યોજનાનું કામ કરવા માટે એલ.એન્ડ ટી. નામની કંપનીની પસંદગી કરી, આ કંપનીએ અંદર ગ્રાઉન્ડ પાઇપ લાઈન નાંખવાનું કામ શરૂ કર્યું હતું અને હવે આ કામ અંતિમ તબક્કામાં પોહચ્યું છે, આ યોજના સાકાર થશે એટલે માંગરોળ, ઉમરપાડા તાલુકાઓના ખેડુતોની હજારો હેક્ટર જમીનને બારે માસ પિયત ખેતી કરવા માટે પાણી પોતાના ખેતર સુધી મળી શકશે, દરેક ખેડૂતનાં ખેતરમાં પાઇપ લાઈન મારફતે પાણી મળશે, આ યોજના ઉભી કરવા માટે સરકારે નવસો કરોડ રૂપિયા જેટલી જંગી રકમ ફાળવી છે, એજન્સી ખૂબ ઝડપથી આ કામગીરી કરી રહી છે.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *