સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ દ્વારા નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળા ભરૂચ ખાતે આયુર્વેદિક રોપાઓનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું

Contact News Publisher

(ભાવેશ મુલાણી દ્વારા, અંકલેશ્વર):  સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ દ્વારા નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળા, ભરૂચ ખાતે આયુર્વેદિક રોપાઓનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું. આ જગ્યાએ આયુર્વેદિક વનસ્પતિ ઓળખ બાગ તરીકે વિકસીત થશે. જેમાં અલગ-અલગ ૨૨ જાતના ૧૦૮ ઔષધીય રોપાઓ રોપવામાં આવ્યાં. આ પ્રસંગે સંસ્કૃતિ ટ્રસ્ટ ના સ્થાપક પ્રકાશચંદ્ર પટેલ, હેમાબેન પટેલ તથા પ્રકૃતિ પ્રેમી ભાઈઓ અને નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળાના ટ્રસ્ટી ગણ, પ્રાધ્યાપક ગણ તેમજ સેવાભાવી લોકોએ હાજરી આપી વૃક્ષારોપણ કર્યુ હતું. જે ઔષધીય રોપામાં તુલસી, કુંવાર પાઠું, ગળો, અશ્વગંધા, શતાવરી, હાડસાંકડ, પાનફુટી, અજમો, અરડુસી, સફેદ ચંદન, મધુનાશિની, નગોડ, નાગફની, નાગરવેલ, ચણોઠી, પપૈયા, દાડમ, નાગચંપો, નાગદોન, સુરણ, રતાળુ, કલ્પવૃક્ષ(ગોરખ આંબલો) જેવા રોપાઓ રોપવામાં આવ્યા હતાં. આ પ્રસંગે સંસ્કૃતિ ટ્રસ્ટ ના સ્થાપક પ્રકાશચંદ્ર પટેલ દ્વારા જણાવવામાં આવ્યુું હતુ કે નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળાના પટાંગણમાં આવતા સમયમાં વધુ માં વધુ આયુર્વેદિક દિવ્ય ઔષધીઓના રોપાઓ રોપી તેના પર ઓળખ ના ટેગ લગાવી ને તેને માહિતી સભર બનાવવામાં આવશે, જેથી મુલાકાત લેનાર વ્યક્તિઓને તેની માહિતી મળી રહે.

 

 

 

——————————————————
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ગુજરાત રક્ષા ન્યૂઝ – Gujarat Raksha News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ગુજરાત રક્ષા ન્યૂઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Gujarat Raksha સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=in.aaaonlineservices.gujaratraksha

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *