વન વિભાગે વ્યારાનાં છીંડીયા ગામેથી પ્રતિબંધિત ખેરનાં લાકડાનો જથ્થો ઝડપયો : આરોપીને પકડવા વન વિભાગે ચક્રો ગતિમાન કર્યા
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : વ્યારા વન વિભાગ દ્વારા તાપી જીલ્લાના વ્યારા તાલુકાનાં છીંડીયા ગામ ખાતેથી પ્રતિબંધિત ખેરનાં લાકડાનાં જથ્થા સહિત કુલ રુ. 61 હજારનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો હતો.
વન વિભાગ વ્યારાનાં RFO વ્યારા કોસાડા તેમજ સ્ટાફનાં મોહનભાઈ, મહેન્દ્રભાઈ, ગમનભાઈ વસાવા તથા ભરતભાઈ ચૌધરી દ્વારા બાતમીનાં આધારે મારુતિ વાન નં. GJ 05 CH-6618નો પીછો કરી પકડી પાડી હતી. આરોપી ગાડીને તાપી જીલ્લાના વ્યારા તાલુકાનાં છીંડીયા ગામ ખાતે છોડી ભાગી છુટયો હતો. ગાડીમાં તપાસ કરતા પ્રતિબંધિત ખેરનાં લાકડાનો જથ્થો ઝડપી પાડવામાં વન વિભાગની ટીમને સફળતા મળી હતી. પકડાયેલ ખેરના લાકડાનાં જથ્થો 0.401 ઘનમીટર જેની અન્દાજીત કિંમત રુ. 11000 /- તથા મારુતિ વાન નં. GJ 05 CH-6618 જેની અંદાજે કિંમત રુ 50,000/- મળી કુલ રુ. 61 હજારનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહિ હાથ ધરી હતી. પ્રતિબંધિત ખેરનાં લાકડાની હેરફેર કરનાર આરોપીને ઝડપી પાડવા માટે વ્યારા વન વિભાગ દ્વારા ચક્રો ગતિમાન કર્યા છે.