માંગરોળ : આમનડેરા ગામે કલેકટરનાં હુકમથી બંધ રસ્તો ખુલ્લો કરાયો : પણ કેટલાક ખેડૂતોએ ફરી રસ્તો બંધ કરી દીધો

Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા,  માંગરોળ) : માંગરોળ તાલુકાનાં આમનડેરા ગામે એક ખેતરમાંથી બીજા ખેતરમાં જવાનો રસ્તો અરવિંદ ભાઈ વસાવા એ  બંધ કરી દેતાં આ મામલો સુરતનાં જિલ્લા કલેક્ટર ની કોર્ટમાં પોહચ્યો હતો, બ્લોક નંબર ૧૨૯ વાળી જમીન અરવિંદભાઈ વસાવાની છે આ જમીમાંથી રાજેન્દ્ર પ્રજાપતિની બ્લોક નંબર ૧૨૮ અને ૧૩૦ વાળી જમીનમાં જઇ શકાય છે. જે રસ્તો બંધ કરી દેવાતા રાજેન્દ્રભાઈ એ સુરતનાં કલેક્ટરને ફરિયાદ કરતાં કલેકટરે, રસ્તો ખુલ્લો કરવાનો હુકમ કરી, માંગરોળનાં મામલતદારને રસ્તો ખુલ્લો કરાવવા જણાવ્યું હતું જેને પગલે મામલતદાર મંગુભાઈ વસાવાએ પોલીસ બંદોબસ્ત સાથે જે.સી.બી.ની મદદથી રસ્તો ખુલ્લો કરાવી દીધો હતો, ત્યારબાદ થોડી જ વારમાં અરવિંદભાઈ અને અન્ય ખેડૂતોએ ફરીથી આ રસ્તો બંધ કરી દેતાં, રાજેન્દ્રભાઈએ ફરી કલેક્ટર કચેરી સહીત સંબધિત વિભાગોને આ પ્રશ્ને ફરિયાદ કરી છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *