માયપુર ગામેથી પોલીસે ગેરકાયદેસર રીતે પશુઓની હેરફેર કરતી બે ગાડીઓ તથા ચાર આરોપીઓને ઝડપી પાડ્યા
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા): ગત રોજ તારીખ 9ના સાંજે 7.15 કલાકે માયપુર ગામની સીમમાંથી પસાર થતા નેશનલ હાઇવે નંબર 53 ઉપર પ્રયાગ હોટલ ની સામેથી પોલીસે ગેરકાયદેસર રીતે પશુઓની હેરફેર કરતી બે ગાડીઓ તથા ચાર આરોપીઓને ઝડપી પાડ્યા હતાં.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી મુજબ તાપી જીલ્લાના વ્યારા તાલુકાનાં માયપુર ગામની સીમમાંથી પસાર થતા નેશનલ હાઇવે નંબર 53 ઉપર પ્રયાગ હોટલ ની સામેથી પોલીસે ગેરકાયદેસર રીતે પશુઓની હેરફેર કરતી બે ટ્રક તથા ચાર આરોપીઓને ઝડપી પાડ્યા હતાં. ટ્રક નંબર – GJ – 19 – X – ૩957 ના ચાલક સાહેબખાન અવધખાન અલીસર હાલ રહેવાસી- કામરેજ ચાર રસ્તા , વાઘાભાઇના ભેંસના તબેલા ઉ૫૨ , સુરત મુળ રહેવાસી- બસરા ગામ તા.રાયોર જી , બાડમેર રાજસ્થાન તથા ક્લિનર મુરીદખાન ખુરાનખાન અલીસર હાલ રહેવાસી- કામરેજ ચાર રસ્તા , વાઘાભાઇના ભેંસના તબેલા ઉપર જી . સુરત મુળ રહેવાસી . બસેરા ગામ તા.રાધાર જી , બાડમેર રાજસ્થાને પોતાના કબજની ટ્રક નંબર – GJ – 19 – X – 3957 કિ.રૂ. ૫,૦૦,૦૦૦ / – માં ભેંસો નંગ -૧ ૨ કિ.રૂ. ૨ , ૪૦,૦૦૦ / – તથા ટેમ્પા નંબર- MH – 22 – AN – 260 ના ચાલક શેખ દિલાવર શેખ રઝાક રહેવાસી- ઘરે કોલોની મું- હા તા.મંદા જી . જૂની સહીરાણી તથા ટેમ્પા નંબર- MH – 22 – AN – 2609 ના માલિક તથા વેપારી – મોહમદ ઇલાહી ઇશાક કુરેશી રહેવાસી- કુરેશી ગલી માનવતગામ , માનવેત રોડ તા . માનવત પરભની મહારાષ્ટ્રએ પોતાના ટેમ્પા નંબર- MH – 22 – AN – 2609 જેની કિ.રૂ.- ૧,૫૦,૦૦૦ / – માં બકરા નંગ -૯૧ કિ.રૂ. ૪,૫૫,૦૦૦ / – વગર પાસ પરમીટે , ખીચોખીચ ભરી કુરતા આચરી તથા ઘાસચારા – પાણીની વ્યવસ્થા ન રાખી , તથા ટ્રક તેમજ ટેમ્પામાં પ્રાથમિક સારવારના સાધનો ન રાખી તેમજ કોઈ સત્તાધારી અધિકારીના ” પ્રમાણપત્ર વગર , ભરી વહન કરી લઇ જતા પોલીસે પકડી પાડ્યા હતા. જે અંગે વ્યારા પોલીસ સ્ટેશને ( ૧ ) પશુ ઘાતકીપણાનો કાયદો ૧૯૬૦ ની કલમ ૧૧ ડી , ઈ, એફ, એચ ( ૨ ) ગુજરાત આવશ્યક ચીજવસ્તુ અને ઢોર નિયંત્રણ અધિનિયમ ૨૦૦૧૫ ની કલમ 4,9 ( 3 ) ગુજરાત રાજય પશુ હેરાફેરી નિયંત્રણ અધિનિયમ ૧૯૭૫ ની કલમ 2, ( ૪ ) સેન્ટ્રલ મોટર વ્હીકલ એક્ટ ૨૦૧૫ ( ૧૧ મો સુધારો ) ના રૂલ્સ નં . ૧૨૫ ( ઈ ) મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ગુનાની વધુ તપાસ વ્યારા પોલીસ સ્ટેશનના અ.હે.કો. યોગેરાભાઈ રોહિદાસ કરી રહ્યા છે.