માંગરોળ : મોસાલી ગામે વસ્તી ગણતરી માટે સાત જેટલાં યુવકો સુરત ખાતેથી આવ્યા છે, એવું કહેતાં ગ્રામજનોએ ભગાડ્યા

Contact News Publisher

દરેક તાલુકામાં વસ્તી ગણતરી શિક્ષકો કરતાં હોય છે, વળી હાલમાં કોરોનાની મહામારીમાં આવી કામગીરી બંધ છે

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  :  માંગરોળ તાલુકાનાં મોસાલી ગામે આજે તારીખ ૯ જુલાઈના રોજ સાત યુવકો ગાડી લઈને મોસાલી ખાતે આવ્યા હતા, આ યુવકોને મોસાલી દૂધ મંડળીનાં પ્રમુખ મકસુંદભાઈ માજરા (લાલ ભાઈ)એ આ યુવકોને પૂછ્યું કે તમે શા માટે આવ્યા છો ? જવાબ આપ્યો કે અમો સુરત સી.આર.સી. સેન્ટર ખાતેથી આવીએ છીએ અને અમો ખાનગી એજન્સીના માણસો છીએ અને અમને વસ્તી ગણતરી માટે મોકલવામાં આવ્યા છે, એમની કડક પૂછપરછ કરતાં અને ગ્રામજનોને ખબર પડતાં આ યુવકો ભાગી છૂટ્યા હતા. માંગરોળ તાલુકાનાં મામલતદાર મંગુભાઈ એમ. વસાવાને આ અંગે પ્રશ્ન પૂછતાં એમણે જણાવ્યું કે માંગરોળ તાલુકાની વસ્તી ગણતરીની કામગીરી માટે શિક્ષકોની મદદ લેવામાં આવે છે. એમને પૂછવામાં આવ્યું કે, સુરતથી આવી કોઈ ખાનગી એજન્સીની ટીમ ગણતરી માટે આવનાર છે ? તો જવાબ આપ્યો કે, અમારી કચેરીએ કોઈ પત્ર કે મેસેજ આવ્યો નથી.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other