નિઝર તાલુકાનું વેલદા ગામ બુધવાર, ગુરૂવાર અને શુક્રવાર એમ કુલ -૩ દિવસ સંપૂર્ણ બંધ રહેશે

Contact News Publisher

(મુકેશ પાડવી દ્વારા,વેલદા-નિઝર)  : નિઝર તાલુકાનાં વેલદા ગ્રામ પંચાયત દ્વારા જાહેર નોટીસ પ્રસિદ્ધ કરવામા આવી છે જે આ મુજબ છે,  “આથી તમામ વેલદા ગ્રામ પંચાયત વિસ્તારમાં આવતા ભાઈઓ તથા બહેનોને લખી જણાવવાનું કે ગુજરાત રાજયમાં કોરોના વાયરસના કેસોની સંખ્યા વધી રહયા છે તેમજ આપણા નિઝર તાલુકામાં પણ કોરીનાનાં પોઝેટીવ કેસો આવેલ છે . જે આપણા માટે પણ એક ગંભીર સમસ્યા છે . જેથી વેલદા ગામનાં વેપારી મિત્રોની માંગણીને ધ્યાનમાં રાખી વેલદા ગામ બુધવાર , ગુરૂવાર અને શુક્રવાર એમ કુલ -૩ દિવસ સંપૂર્ણ બંધ રહેશે , તથા આશા રાખીએ છીએ કે આપ સૌ સ્વસ્થ હશો. અને પોતાના સ્વાસ્થ્યની  કાળજી રાખતા ઘરની બહાર નિકળો ત્યારે ફરજીયાત માસ્ક કે રૂમાલથી પોતાના મોઢાને ઢાકશો. આવશ્યક કામ વગર ઘરની બહાર નીકળવાનું ટાળશો. તેમજ સેનીટાઝર અથવા સાબુ વડે વારંવાર હાથ ધોવાનું રાખશો . જાહેર સ્થળો ઉપર ટોળામાં બેસવાનું ટાળશો નાના બાળકો ની ખાસ સંભાળ રાખજો. જો એમ કરવામાં ચુક જણાશે એટલે કે માસ્ક કે રૂમાલ બાંધ્યા વગર ઘરની બહાર નીકળશો તો રૂપિયા ૧૦૦ નો દંડ કરવામાં આવશે અને જે દુકાનદાર માસ્ક કે રૂમાલ વગરનાં વ્યકિતને સામાન આપતા પકડાશે તો તે દુકાનદારને રૂપિયા ૧૦૦૦ નો દંડ કરવામાં આવશે.”

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *