સુરત જિલ્લામાં વધુ ૪૬ જેટલાં નવા કોરોનાનાં કેસો નોંધતાં તંત્રની ઉધ ઉડી ગઈ, માંગરોળનાં તરસાડી અને કુંવરદામાં કુલ પાંચ કેસો નોંધાયા
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) સુરત જિલ્લામાં દિવસે દિવસે કોરોનાનો કહેર વધી રહયો છે, આજે તારીખ ૫ જુલાઈનાં રોજ , જિલ્લાનાં વિવિધ તાલુકાઓમાં ૪૬ જેટલાં નવા કોરોનાનાં પોઝીટીવ કેસો નોંધાતા જિલ્લા અને જે તે તાલુકાનું વહીવટી તંત્રની ઉંઘ ઉડી ગઇ છે. પોઝીટીવ કેસોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે, આજે ૪૬ નવા પોઝીટીવ કેસ નોંધાયા છે, જેમાં કામરેજમાં ૧૩, ચોર્યાસીમાં ૧૧, મહુવા ૨, ઓલપડમાં ૪, માંગરોળમાં ૬ કેસ, પલસાણા ૬, બારડોલીમાં ૪ કેસો નોંધાયા છે, જ્યારે માંગરોળના તરસાડી ખાતે ૩ અને કુંવરદામાં ૩ મળી કુલ ૫ કેસો નોંધાયા છે. તરસાડીના ઝંડાચોકના કોલીયા સદન વિસ્તારમાં ૨ અને ભાઈ લાલ ભાઈની વાડીમાં એક, જયારે કુંવરદાની હદમાં લક્ષ્મી બાલાજી સોસાયટીમાં એક, સનસીટી સોસાયટીમાં એક મળી તાલુકામાં કુલ ૫ પોઝીટીવ કેસો નોંધવવા પામ્યા છે. સુરત જિલ્લાનો કોરોનાનો કુલ આંકડો ૮૦૪ ઉપર પોહચ્યો છે.જયારે મૃત્યુ આંક ૨૭ ઉપર પોહચયો છે.