વ્યારા ખાતે રમતગમત સ્પર્ધાઓમાં ઉપસ્થિત રહી આરોગ્ય મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો

0
વ્યારા ખાતે રમતગમત સ્પર્ધાઓમાં ઉપસ્થિત રહી આરોગ્ય મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો
Contact News Publisher

વ્યારાના સયાજી ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ અને વ્યારા કોલેજ ખાતે કબડ્ડી-વોલીબોલ સ્પર્ધાઓનો શુભારંભ કરાવતા મંત્રીશ્રી પ્રફુલ પાનશેરીયા

 

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા. ૨૮ :- રાજ્યના આરોગ્ય મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ તાપી જિલ્લાના ત્રિદિવસીય પ્રવાસના બીજા દિવસે રાત્રિ દરમિયાન વ્યારાના સયાજી ગ્રાઉન્ડ તેમજ વ્યારા કોલેજ ખાતે આયોજિત વિવિધ રમતગમત સ્પર્ધાઓમાં ઉપસ્થિત રહી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો.

 

મંત્રીશ્રીએ વ્યારાના સયાજી ગ્રાઉન્ડ ખાતે આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં ટોસ ઉછાળીને સ્પર્ધાનો પ્રારંભ કરાવ્યો હતો. ત્યારબાદ વ્યારા કોલેજ ખાતે આયોજિત કબડ્ડી તથા વોલીબોલ સ્પર્ધાઓનો પણ મંત્રીશ્રીના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો.

 

આ અવસરે મંત્રીશ્રીએ મેદાન પર જઈ તમામ ટીમોના ખેલાડીઓ સાથે આત્મીયતાપૂર્વક રૂબરૂ મુલાકાત કરી તેમનો પરિચય મેળવ્યો હતો. યુવાનોમાં રમતગમત પ્રત્યે રુચિ અને જાગૃતિ વધે તેમજ રમતના માધ્યમથી શિસ્ત, ટીમભાવના અને ખેલદિલીનો વિકાસ થાય તે માટે તેમણે ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા.

 

સાથે જ, તમામ ટીમોને ખેલદિલીપૂર્વક રમી શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે શુભેચ્છાઓ પાઠવી હતી. આ ઉપરાંત, મંત્રીશ્રીએ ઉપસ્થિત મહાનુભાવો સાથે બેસીને કબડ્ડીની રોમાંચક મેચનો આનંદ પણ માણ્યો હતો.

 

આ પ્રસંગે વ્યારાના ધારાસભ્યશ્રી મોહનભાઈ કોંકણી, અગ્રણીશ્રી મૃણાલ જોશી, સ્થાનિક પદાધિકારીઓ, આગેવાનો, રમતવીરો, રમતપ્રેમીઓ તેમજ મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.

○○○

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other