તાપી કલેક્ટર દેવ ચૌધરીએ ખડકા ચીખલી ગામની મુલાકાત લઈ વિકાસકામો અને સરકારી યોજનાઓની કરી સમીક્ષા

0
તાપી કલેક્ટર દેવ ચૌધરીએ ખડકા ચીખલી ગામની મુલાકાત લઈ વિકાસકામો અને સરકારી યોજનાઓની કરી સમીક્ષા
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા. ૨૭ :- તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ શુક્રવારે સોનગઢ તાલુકાના ખડકા ચીખલી ગામની રૂબરૂ મુલાકાત લઈ ગ્રામ્ય સ્તરે અમલી વિવિધ સરકારી યોજનાઓ અને માળખાકીય સુવિધાઓની સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું.

 

મુલાકાત દરમિયાન કલેક્ટરશ્રીએ ગામની પ્રાથમિક શાળાના વર્ગખંડોની મુલાકાત લઈ વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ કર્યો હતો. બાળકોના શૈક્ષણિક સ્તરની ચકાસણી કરી શિક્ષકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ અંગે જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપ્યા હતા.

 

ત્યારબાદ આંગણવાડી કેન્દ્રની મુલાકાત લઈ બાળકોના પોષણ સ્તર, વજન અને ઊંચાઈ માપવાની પ્રક્રિયાનું જાત નિરીક્ષણ કર્યું હતું. સાથે જ દૂધ સંજીવની યોજના, પૂરક પોષણ સહિતની વિવિધ યોજનાઓ અને કેન્દ્રમાં ઉપલબ્ધ સુવિધાઓ અંગે આંગણવાડી કાર્યકર બહેનો પાસેથી વિગતો મેળવી હતી.

 

કલેક્ટરશ્રીએ ગ્રામ પંચાયત કચેરીની મુલાકાત દરમિયાન દફ્તર નિભાવણી, મહેસૂલી કામગીરી તેમજ સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓના અમલીકરણની સમીક્ષા કરી હતી.

 

આ ઉપરાંત ગામના આંતરિક રસ્તાઓ, સ્વચ્છતા અને અન્ય પાયાની સુવિધાઓનું સ્થળ નિરીક્ષણ કરી ગ્રામજનો સાથે સંવાદ સાધ્યો હતો.

○○○

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *