આરોગ્ય મંત્રીશ્રી પ્રફુલ્લભાઈ પાનસેરીયાના તાપી જિલ્લા પ્રવાસના સુચારુ આયોજન માટે કલેક્ટરશ્રી દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ

0
આરોગ્ય મંત્રીશ્રી પ્રફુલ્લભાઈ પાનસેરીયાના તાપી જિલ્લા પ્રવાસના સુચારુ આયોજન માટે કલેક્ટરશ્રી દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ*
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા. ૨૫ :- આગામી તા. ૨૭ થી ૨૯ નવેમ્બર, ૨૦૨૬ દરમિયાન રાજ્યના આરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ વિભાગના રાજ્યમંત્રીશ્રી (સ્વતંત્ર હવાલો) પ્રફુલ્લભાઈ પાનસેરીયા તાપી જિલ્લાના પ્રવાસે આવનાર છે. જેને અનુલક્ષીને પ્રવાસના સુચારુ આયોજન અને જરૂરી વ્યવસ્થાઓની સમીક્ષા માટે જિલ્લા કલેક્ટરશ્રી દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે વિવિધ વિભાગોના વડાઓ સાથે બેઠક યોજાઈ હતી.

 

બેઠકમાં મંત્રીશ્રીના પ્રવાસ દરમિયાન ૧૭૧-વ્યારા વિધાનસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ વ્યારા અને ડોલવણ તાલુકાના વિકાસકામોની સમીક્ષા, વિવિધ યોજનાઓના અમલીકરણની સ્થિતિ તેમજ નાગરિકોના પ્રશ્નોના નિરાકરણ માટેના આયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી.

 

પ્રવાસ દરમિયાન મંત્રીશ્રી દ્વારા મોદી હોસ્પિટલ પાસેના બાયપાસ રોડ અને રામકુવા જૂથ પાણી પુરવઠા યોજના સહિતના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સની સ્થળ મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરશે. આ ઉપરાંત, વિવિધ વિભાગોની મુખ્ય યોજનાઓ, છેલ્લા પાંચ વર્ષની કામગીરી, પડતર અરજીઓ અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરવામાં આવશે. નગરપાલિકા અને ગ્રામ પંચાયતોની સફાઈ, ડ્રેનેજ, સ્ટ્રીટલાઈટ સહિતની પ્રાથમિક સેવાઓ અંગે પણ ચર્ચા કરવામાં આવશે.

 

વધુમાં, નાગરિકોની રજૂઆતો અને પડતર પ્રશ્નોના નિરાકરણ માટે જાહેર ફરિયાદ નિવારણ કેમ્પનું આયોજન કરવામાં આવનાર છે. આ માટે સંબંધિત વિભાગો દ્વારા જરૂરી તૈયારી રાખવા અને નાગરિકોની રજૂઆતોનો સ્થળ પર જ નિકાલ થાય તે દિશામાં કામગીરી કરવા સૂચના આપવામાં આવી હતી.

 

કલેક્ટરશ્રીએ માર્ગ અને મકાન, નેશનલ હાઈવે, પાણી પુરવઠા, આરોગ્ય, શિક્ષણ, પોલીસ અને નગરપાલિકા સહિતના તમામ સંબંધિત વિભાગોના અધિકારીઓને અદ્યતન માહિતી સાથેનું પ્રેઝન્ટેશન તૈયાર રાખવા જણાવ્યું હતું.

 

બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નિલ સિસલે, નાયબ વન સંરક્ષકશ્રી સચિન ગુપ્તા, નિવાસી અધિક કલેક્ટરશ્રી આર.આર.બોરડ સહિતના ઉચ્ચ અને સંબંધિત વિભાગના તથા તાલુકાના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

○○○

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other