કાકરાપાર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પ્રોહીબીશનનાં ગુનામાં સંડોવાયેલ નાસતા ફરતા આરોપીને પકડી પાડતી એલ.સી.બી. તાપી
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૨૩. આજરોજ શ્રી કે.ડી. મંડોરા, ઇન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ.શ્રી કે.આર. પટેલ, એલ.સી.બી તાપી, એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કોડ તાપીના પોલીસ માણસોએ પોતાના બાતમીદારો રોકી ગુનાની તપાસ તજવીજમા હતા અને આજરોજ પોલીસ માણસો સાથે વ્યારા વિસ્તારમા પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન આ.પો.કો. સુનિલભાઇ ખુશાલભાઇ તથા અ.પો.કો. પ્રકાશભાઇ રામાભાઇને મળેલ સંયુક્ત બાતમીના આધારે વ્યારા મિશન નાકા ખાતે કાકરાપાર પોલીસ સ્ટેશનમા નોંધાયેલ પ્રોહિબીશનના ગુનામા સંડોવાયેલ નાસતો ફરતો આરોપી- નિરવકુમાર દિનેશભાઇ ગામીત ઉ.વ. ૨૬ રહે.વડકુઇ ગામ ડુાંગરી ફળિયુ તા.વ્યારા જી.તાપીને તા. ૨૩/૧૧/૨૦૨૬ ના રોજ અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી માટે વ્યારા પોલીસ સ્ટેશન ખાતે સોંપેલ છે.
કામગીરી કરનાર ટીમ :-
ઇન્ચાર્જ પો.ઇન્સ.શ્રી કે.ડી. મંડોરા, એલ.સી.બી. તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ.શ્રી કે.આર. પટેલ, એલ.સી.બી. તાપી તથા એ.એસ.આઇ. ઉમેશભાઇ તથા આ.પો.કો. સુનિલભાઇ ખુશાલભાઇ તથા અ.પો.કો. પ્રકાશભાઇ રામાભાઇએ કામગીરી કરેલ છે.
○○○
