છેલ્લા પાંચ વર્ષથી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ તાપી /પેરોલ ફર્લો સ્કોડ તાપી
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૨૧. આજરોજ વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન એલ.સી.બી. તાપીના એ.એસ.આઈ. ધર્મેશભાઇ મગનભાઇ તથા અ.પો.કો. રોનકકુમાર સ્ટીવનસનભાઈને મળેલ સંયુકત બાતમીના આધારે વ્યારા સ્ટેશન રોડ ઉપર રેલ્વે સ્ટેશનની બહારથી ઉકાઈ પોલીસ સ્ટેશનમા નોંધાયેલ પ્રોહીબીશનના ગુનામા સંડોવાયેલ નાસતો ફરતો એરોપી શૈલેષભાઈ સુરેન્દ્રભાઈ નાયર ઉ.વ. ૪૬, રહે. અમીધારા એપાર્ટમેન્ટ, દિનદયાળ સોસાયટી હસ્તાફુલ શાળાની પાછળ, પાટીયા-જકાતનાકા રોડ, અડાજણ, સુરતની તા. ૨૧/૧૧/૨૬ના રોજ અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી માટે વ્યારા પોલીસ સ્ટેશન ખાતે સોંપેલ છે.
કામગીરી કરનાર ટીમ :
શ્રી બી.જી. રાવલ પોલીસ ઇન્સ્પેકટર, એલ.સી.બી. તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ.શ્રી કે.આર. પટેલ, એલ.સી.બી. તાપી તથા એ.એસ.આઇ. ધર્મેશભાઇ મગનભાઇ, એ.એસ.આઈ. ધર્મેશભાઇ ઉમેશભાઈ તથા પો.કો. રોનકકુમાર સ્ટીવનસનભાઈ તથા પો.કો. વિપુલભાઇ રમણભાઇએ કામગીરી કરેલ છે.
○○○
