પાવાગઢ ગરિમા એવોર્ડ: ધર્મેન્દ્ર પટેલને સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવતું સન્માન
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૧૯. ‘અમે આવ્યા તમારે દ્વાર’ કાર્યક્રમ અંતર્ગત શિક્ષણ અને સેવાકાર્ય થકી મેળવી આગવી ઓળખ ઉભી કરનાર ઓલપાડ તાલુકાની કોબા શાળાનાં મુખ્ય શિક્ષક અને રાજ્ય પારિતોષિક તેમજ ચિત્રકૂટ એવોર્ડ વિજેતા ધર્મેન્દ્ર પટેલને પાવાગઢ ગરિમા એવોર્ડથી નવાજવામાં આવ્યા હતાં.
વિશ્વ વંદનીય પૂજ્ય મોરારિબાપુની પ્રેરણાથી, શુભેચ્છક ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ અને ચિત્રકૂટ વિજેતા શિક્ષકો દ્વારા હાલોલ મુકામે ‘અમે આવ્યા તમારે દ્વાર’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શાળાનાં બાળકોને વિવિધ આનંદદાયક પ્રવૃત્તિઓ કરાવવામાં આવી હતી. બાળકો માટે સ્વાગત ગીત, બાળ અભિનય ગીત, રમતો, વાર્તાઓ, ચિત્રકામ સહિતની અનેક સર્જનાત્મક પ્રવૃત્તિઓ યોજાઈ હતી. બાળકો સાથે હળવાશભર્યો સમય વિતાવી તેમને શિક્ષણ આપવાની સાથે યથાશક્તિ ઇનામો આપી અનિલ ગુરુજીએ બાળકોનાં ચહેરા પર ખુશી અને આનંદની લહેર ફેલાવી હતી. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.
○○○
