એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે સંદર્ભે શાળા બહારના બાળકોનો સર્વે નવેમ્બરથી શરૂ થશે
(ફાઈલ તસવીર)
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તા. ૧૮. સમગ્ર શિક્ષા, સુરત દ્વારા જિલ્લામાં શાળા બહારના બાળકોનો વિશેષ સર્વે તા. ૧૬/૧૧/૨૦૨૬ થી તા. ૧૬/૧૨/૨૦૨૬ દરમિયાન હાથ ધરવામાં આવશે.
આ સર્વેમાં ૬ થી ૧૮ વર્ષની વયજૂથના એવા તમામ બાળકોને આવરી લેવામાં આવશે, કે જેઓ પ્રાયમરી થી ધોરણ-૧૨ સુધીનું શિક્ષણ પૂર્ણ કરી શક્યા નથી, શાળા છોડી દીધી છે અથવા ક્યારેય શાળામાં ગયા જ નથી. દિવ્યાંગ બાળકોનો પણ આ સર્વેમાં ખાસ સમાવેશ કરવામાં આવશે.
જિલ્લાના તમામ ગ્રામ્ય વિસ્તાર, શહેરી વિસ્તાર, ઈંટોના ભઠ્ઠા, શેરડી કટીંગ કેમ્પ, બાંધકામ સાઈટ, માઈગ્રેશન વિસ્તાર તેમજ માનવ વસ્તી ધરાવતા તમામ વિસ્તારોમાં સર્વે ટીમ દ્વારા ઘર-ઘર જઈને સર્વે કરવામાં આવશે.
વાલીઓ અને ગ્રામજનોને અપીલ :
૧. આપના વિસ્તારમાં કોઈ બાળક શાળા બહાર હોય તો સર્વે ટીમને જાણ કરો.
૨. સર્વે ટીમ આવે ત્યારે સાચી માહિતી આપી સહકાર આપો.
૩. બાળકને ફરી શાળામાં દાખલ કરવા માટે કચેરી સંપૂર્ણ મદદ કરશે.
૪. સરપંચશ્રી, તલાટીશ્રી, આંગણવાડી કાર્યકર, આશા વકૅરબહેન, શિક્ષકશ્રીઓને સહકાર આપવા વિનંતી છે.
મોનિટરીંગ વ્યવસ્થા :
સર્વે અસરકારક બને અને એક પણ બાળક રહી ન જાય તે માટે જિલ્લા કક્ષાના કો-ઓર્ડીનેટરશ્રીઓને તાલુકાવાર મોનિટરીંગની જવાબદારી સોંપવામાં આવેલ છે તાલુકામાં મોનિટરીંગ કરશે.
જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, સુરત દ્વારા જણાવવામાં આવ્યું છે કે, _“શિક્ષણ એ દરેક બાળકનો અધિકાર છે. કોઈપણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે આપણી સૌની સહિયારી જવાબદારી છે. સર્વેમાં મળેલા તમામ બાળકોને નજીકની શાળામાં પ્રવેશ અપાવી, જરૂરી સહાય આપવામાં આવશે.
સંપર્ક : સમગ્ર શિક્ષા, જિલ્લા પ્રોજેક્ટ કચેરી, સુરત | ટોલ ફ્રી : ૧૮૦૦-૨૩૩-૩૯૬૭
જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, જિલ્લા શિક્ષણાધિકારી સુરત
○○○
