સાંધીએર પ્રાથમિક શાળામાં બ્લોક રિસોર્સ સેન્ટર ઓલપાડ દ્વારા તાલુકા કક્ષાનું વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ યોજાયું 

0
સાંધીએર પ્રાથમિક શાળામાં બ્લોક રિસોર્સ સેન્ટર ઓલપાડ દ્વારા તાલુકા કક્ષાનું વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ યોજાયું 
Contact News Publisher

પ્રયોગશાળામાંથી પ્રગતિના પંથે – બાળ વૈજ્ઞાનિકો જ દેશનું ભવિષ્ય : મુકેશભાઈ પટેલ

 

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૨૬.  જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, સુરત પ્રેરિત બ્લોક રિસોર્સ સેન્ટર, ઓલપાડ આયોજિત તાલુકા કક્ષાનું વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શન-૨૦૨૬ સાંધીએર પ્રાથમિક શાળા ખાતે યોજવામાં આવ્યું હતું. કાર્યક્રમનું ઉદઘાટન પૂર્વ રાજ્યમંત્રી અને ઓલપાડના ધારાસભ્ય મુકેશભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સુરતના સાંસદ મુકેશભાઈ દલાલ તથા સુરત જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ બ્રિજેશભાઈ પટેલ સહિત તાલુકા તથા જિલ્લા કક્ષાના અધિકારીઓ-પદાધિકારીઓ

વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. પ્રારંભે બી.આર.સી. કો-ઓર્ડીનેટર બ્રિજેશ પટેલ દ્વારા સૌ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરી પ્રદર્શનનો ઉદ્દેશ સમજાવવામાં આવ્યો હતો. આ પ્રદર્શનમાં તાલુકાની વિવિધ શાળાઓની ૫૫ જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. જેમાંથી તાલુકા બહારના તટસ્થ નિર્ણાયકો દ્વારા નિષ્પક્ષ મૂલ્યાંકન કરીને શ્રેષ્ઠ કૃતિઓ પસંદ કરવામાં આવી હતી. મૂલ્યાંકનને અંતે વિભાગ-1 માં સેગવાછામા પ્રાથમિક શાળા (કચરાનું અલગીકરણ આંગણેથી), વિભાગ-2 માં ભટગામ પ્રાથમિક શાળા (ફ્યુચર સ્માર્ટ ઓર્ગેનિક ફાર્મ 2050), વિભાગ-3 માં કોસમ પ્રાથમિક શાળા (અર્જુન-ટી ફ્રોમ આર્યુવેદ ટુ સાયન્સ), વિભાગ-4 માં કુદિયાણા પ્રાથમિક શાળા ( સ્વદેશી કૃષિ પદ્ધતિઓ ) અને વિભાગ-5 માં અસનાડ પ્રાથમિક શાળા ( ઇમરજન્સી એકસીડન્ટ સિસ્ટમ ફોર એક્સપ્રેસ હાઈવે ) ની કૃતિઓએ પ્રથમ ક્રમાંક મેળવી જિલ્લા કક્ષા માટે પસંદગી પામી છે.

કાર્યક્રમના અંતે શાળાના આચાર્ય અમીષા પટેલ દ્વારા સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સાંધીએરનાં સી.આર.સી. કો-ઓર્ડીનેટર તેજસ નવસારીવાલા તથા યજમાન શાળા પરિવારે ભારે જહેમત ઉઠાવી હતી. વિજેતા બાળ વૈજ્ઞાનિકો અને માર્ગદર્શક શિક્ષકોને બી.આર.સી. પરિવાર તથા ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે

●●●

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *