તાપી જિલ્લા કલેક્ટરશ્રી દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને જિલ્લા નાગરિક પુરવઠા અને તકેદારી સમિતિની બેઠક યોજાઈ

0
તાપી જિલ્લા કલેક્ટરશ્રી દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને જિલ્લા નાગરિક પુરવઠા અને તકેદારી સમિતિની બેઠક યોજાઈ
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા. ૨૨ :- તાપી જિલ્લા કલેક્ટરશ્રી દેવ ચૌધરીએ ગુરુવારે જિલ્લા નાગરિક પુરવઠા અને તકેદારી સમિતિની બેઠકમાં જાહેર વિતરણ વ્યવસ્થા અંતર્ગત ચાલી રહેલી વિવિધ કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરીને સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યુ હતુ.

 

આ તકે, કલેક્ટરશ્રીએ જણાવ્યું કે, જિલ્લાના તમામ લાભાર્થીઓનું e-KYC કાર્ય ઝડપથી પૂર્ણ થાય તે માટે બાકી રહેલા લાભાર્થીઓનો વ્યક્તિગત સંપર્ક કરી કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ કરવી. સાથે જ કોઈપણ પાત્ર લાભાર્થી સરકારી અનાજના લાભથી વંચિત ન રહે તેની ખાસ કાળજી રાખવા સૂચના આપી હતી.

 

બેઠક દરમિયાન વાજબી ભાવની દુકાનો દ્વારા થતા રાશન વિતરણ, ‘વન નેશન, વન રેશનકાર્ડ’ યોજનાની પ્રગતિ તેમજ છેલ્લા ત્રણ મહિનામાં NFSA (રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા) હેઠળ સમાવિષ્ટ કરાયેલા નવા રેશનકાર્ડની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત, વાજબી ભાવની દુકાનોની સરપ્રાઈઝ તપાસણી સહિત રદ કે મોકૂફ રખાયેલી દુકાનો અંગે પણ ચર્ચા કરાઈ હતી.

 

આ તકે જિલ્લા પુરવઠા અધિકારીશ્રી તેજલ પટેલ, સહિત વિવિધ વિભાગના અધિકારીઓ, કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.

●●●

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *