તાપી જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને આરોગ્ય વિભાગની વિવિધ બેઠકો યોજાઈ

0
તાપી જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને આરોગ્ય વિભાગની વિવિધ બેઠકો યોજાઈ
Contact News Publisher

માતા-બાળ મરણ ઘટાડવા અને રસીકરણનું કવરેજ ૧૦૦ ટકા કરવા કલેક્ટરશ્રી દેવ ચૌધરીની સૂચના

—

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા. ૧૬. તાપી જિલ્લા કલેક્ટરશ્રી દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને ગત તા.૧૫ ઓક્ટોબરના રોજ આરોગ્ય વિભાગની સાત મહત્વપૂર્ણ સમીક્ષા બેઠકો યોજાઈ હતી. જેમાં માતા-બાળ મરણના કેસો અને નિયમિત રસીકરણ સહિત આરોગ્ય વિભાગની વિવિધ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.

 

બેઠકમાં એપ્રિલથી સપ્ટેમ્બર-૨૦૨૬ દરમિયાન નોંધાયેલા માતા મરણ અને બાળ મરણના કેસોની સમીક્ષા કરી આરોગ્ય સેવાઓ વધુ અસરકારક બનાવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. ઉપરાંત, બાળકો અને સગર્ભા માતાઓના નિયમિત રસીકરણનું કવરેજ ૧૦૦ ટકા સુધી પહોંચાડવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.

 

આ પ્રસંગે કલેક્ટરશ્રીએ માતા-બાળ મરણ ઘટાડવા, આરોગ્ય સેવાઓની ગુણવત્તા સુધારવા તથા રસીકરણના લક્ષ્યાંકને હાંસલ કરવા સંબંધિત તમામ વિભાગોને પરસ્પર સંકલન સાધીને કામગીરી કરવા સૂચના આપી હતી.

 

બેઠકોમાં જીલ્લા વિકાસ અધિકારીશ્રી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, આર.સી.એચ. અધિકારી, તબીબી નિષ્ણાતો, તમામ તાલુકા હેલ્થ ઓફિસરો તથા સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

○●○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *