નવરાત્રિ દરમિયાન મહિલાઓની સુરક્ષા માટે તાપીની 181 અભયમ ટીમ સજ્જ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૧૩. નવરાત્રિ પર્વ દરમિયાન મહિલાઓ અને યુવતીઓમાં સુરક્ષા અંગે જાગૃતિ લાવવાના હેતુથી 181 અભયમ મહિલા હેલ્પલાઇનની ટીમ દ્વારા ખોડીયાર માતાજી ના મંદિર ખાતે જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન છેડતી, હેરાનગતિ તથા મુશ્કેલ પરિસ્થિતિમાં પોતાની સુરક્ષા માટે સાવચેતી રાખવા અને જરૂરિયાતના સમયે 181 અભયમ મહિલા હેલ્પલાઇન તથા તાત્કાલિક કટોકટીમાં 112 ઇમરજન્સી સેવાની મદદ મેળવવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
અપીલ: મુશ્કેલ પરિસ્થિતિમાં સહાય માટે 181 અભયમ મહિલા હેલ્પલાઇનનો સંપર્ક કરો તથા તાત્કાલિક કટોકટીમાં 112 ઇમરજન્સી સેવાની મદદ મેળવો
181 અભયમ મહિલા હેલ્પલાઇન તાપી મહિલાઓની સુરક્ષા, સન્માન અને સહાય માટે હંમેશાં પ્રતિબદ્ધ
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
