સુરત : જિલ્લામાં આજે વધુ ૩૩ જેટલાં નવા કોરોનાનાં કેસો નોંધાતા તંત્રની ઉધ ઉડી ગઈ
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : સુરત જિલ્લામાં દિવસે દિવસે કોરોનાનો કહેર વધી રહયો છે, આજે તારીખ ૨ જુલાઈનાં રોજ , જિલ્લાનાં વિવિધ તાલુકાઓમાં ૩૩ જેટલાં નવા કોરોનાનાં પોઝીટીવ કેસો નોંધાતા જિલ્લા અને જે તે તાલુકાનું વહીવટી તંત્રની ઉંઘ ઉડી ગઇ છે,પોઝીટીવ કેસોમાં ચિંતા જનક વધારો થઈ રહ્યો છે, આજે ૩૩ નવા પોઝીટીવ કેસ નોંધાયા છે, જેમાં કામરેજમાં ૭, ચોર્યાસીમાં ૭, મહુવા ૨, ઓલપડમાં ૮, અને માંગરોળમાં ૨ કેસ, પલસાણા ૭ નોંધાયા છે, જ્યારે માંડવીના તડકેશ્વરમાં એક પુરૂષનો કોરોનાનો રીપોર્ટ પોઝીટીવ આવતા આ પુરૂષ જે ફળીયામાં રહે છે એ ફળિયાને હોમકોરોન્ટાઈન કરવામાં આવ્યું છે, આ પુરૂષ સુરત ખાતે હીરાનાં કારખાનાંમાં કામ કરતો હતો, સુરત જિલ્લાનો કોરોનાનો કુલ આંકડો ૬૨૦ ઉપર પોહચ્યો છે. જયારે મૃત્યુ આંક ૧૯ ઉપર પોહચયો છે.