વ્યારા તાલુકાના કપડવણ ગામે ગ્રામસભામાં ગ્રામજનોના પ્રશ્નો અને રજૂઆતો અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી

સ્વચ્છતા, પ્રાકૃતિક ખેતી તેમજ સરકારી યોજનાકીય લાભો અંગે જાણકારી અપાઈ
—
(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. 10. – પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે તથા ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત તાપી જિલ્લાના વ્યારા તાલુકાના કપડવણ ગામે ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ગ્રામસભામાં ગામના વિકાસ, સ્વચ્છતા, પ્રાકૃતિક ખેતી, વિવિધ સરકારી યોજનાઓના લાભો, પાયાની સુવિધાઓ તેમજ ગ્રામજનોના પ્રશ્નો અને રજૂઆતો અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.
આ પ્રસંગે ગ્રામજનોને સરકારની વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓનો મહત્તમ લાભ લેવા અને ગામના સર્વાંગી વિકાસમાં સક્રિય સહભાગી બનવા અપીલ કરવામાં આવી હતી. ગ્રામસભા દરમિયાન ગ્રામજનો દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રશ્નો અને સૂચનોને સંબંધિત તંત્ર દ્વારા ધ્યાને લઈ, શક્ય તેટલી વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
સાથોસાથ, તાપી કલેક્ટરશ્રી દેવ ચૌધરી દ્વારા જિલ્લામાં ‘સર્વજન કલ્યાણ ઝુંબેશ’ અંતર્ગત વધુમાં વધુ વંચિત લાભાર્થીઓને યોજનાઓનો લાભ મળે તથા સ્વયંસેવકોને પ્રોત્સાહન મળે તેવા આશયથી ગ્રામજનોને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
આ ગ્રામસભામાં સહાયક માહિતી નિયામકશ્રી સુમિત ગોહિલના માર્ગદર્શન હેઠળ ટેક્નિકલ અસિસ્ટન્ટશ્રી અલ્કેશકુમાર ચૌધરી, માહિતી મદદનીશશ્રી રોશન સાવંત, વહીવટદારશ્રી પ્રભાકર ગાયકવાડ, તલાટી-કમ-મંત્રીશ્રી હર્ષાબેન ચૌધરી, ગ્રામસેવકશ્રી પિયુષભાઈ ગામીત, પ્રાથમિક શાળાના આચાર્યશ્રી રંજનાબેન ગામીત તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
ઉપસ્થિત સૌએ ગામના સર્વાંગી વિકાસ, સ્વચ્છતાની જાળવણી અને સરકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે એકજૂથ થઈને કામ કરવાના સામુહિક શપથ લીધા હતા.
મહાત્મા ગાંધીજી જન્મજયંતિ નિમિત્તે ૨ ઓક્ટોબરે કપડવણ સહિત તાપી જિલ્લાના તમામ ગ્રામ પંચાયતોમાં ખાસ ગ્રામસભા યોજાઈ હતી.
•○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
