તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીની સોનગઢ ખાતે ૧૨મા તબક્કાના ‘સેવા સેતુ’ કાર્યક્રમમાં ઉપસ્થિતિ

નાગરિકોને સ્થળ પર જ સરકારી યોજનાનો લાભાર્થી અને સેવા મળી રહે તે માટે સ્ટોલના પ્રતિનિધિઓને જરૂરી સૂચનાઓ આપી
—
(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. 02 :– તાપી જિલ્લાના સોનગઢ નગરપાલિકા કક્ષાના રંગઉપવન ભવન ખાતે ૧૨મા તબક્કાના ‘સેવા સેતુ’ કાર્યક્રમમાં ગુરુવારે તાપી જિલ્લા કલેક્ટર શ્રી દેવ ચૌધરીએ ખાસ ઉપસ્થિતિ નોંધાવી હતી.
કાર્યક્રમ દરમિયાન જિલ્લા કલેક્ટરે વિવિધ સરકારી વિભાગો દ્વારા ઊભા કરવામાં આવેલા સ્ટોલ્સની રૂબરૂ મુલાકાત લીધી હતી. તેમણે સ્વાસ્થ્ય, પોષણ, વીજ સહિતના વિવિધ વિભાગોના અધિકારીઓ અને સ્ટોલ પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરી કામગીરીની સમીક્ષા કરી હતી.
કલેક્ટરશ્રીએ સ્ટોલ પ્રતિનિધિઓને આવનાર પ્રત્યેક અરજદાર અને લાભાર્થીને વિવિધ સરકારી યોજનાઓની પૂરતી માહિતી, લાભો તેમજ તમામ સરકારી સેવાઓ એક જ સ્થળેથી સરળતાથી મળી રહે તે સુનિશ્ચિત કરવા સૂચના આપી હતી.
આ સેવા સેતુ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકોએ હાજરી આપીને સરકારી યોજનાઓ અને સેવાઓનો લાભ લીધો હતો.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
