ટુંકા ગાળામાં 35% થી 82% સુધી વળતર આપવાની લાલચ આપી રૂ. 1.53 કરોડની છેતરપિંડી કરનાર નાશીકના મહિલા-પુરૂષ આરોપીઓની નાશીકથી ધરપકડ કરતી કુકરમુંડા પોલીસ

0
ટુંકા ગાળામાં 35% થી 82% સુધી વળતર આપવાની લાલચ આપી રૂ. 1.53 કરોડની છેતરપિંડી કરનાર નાશીકના મહિલા-પુરૂષ આરોપીઓની નાશીકથી ધરપકડ કરતી કુકરમુંડા પોલીસ
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૨૧. સને- ૨૦૨૫ ના વર્ષમાં જીતેન્દ્ર હરી સોનજે તથા સ્વેતા ઉમેશ સાંવતે દિપકભાઇ પ્રકાશચંદ્ર દહિયા રહેવાસી- કુકરમુંડા, મઇન બજાર તથા તેમના સાહેદોને લોભામણી વાતો કરી જણાવેલ કે, “INDIA INFOLINE SECURITIES LTD. NASHIK” કંપનીના ફ્રેંચાઈસ પ્રોપ્રાઇટર તરીકે કામ કરીએ છીએ અને આ કંપનીમાં કોઇ પણ ગ્રાહક જેટલા પણ રૂપિયાનુ રોકાણ કરે છે. તે ગ્રાહકને કંપની તરફથી ૩૫ દિવસમાં રોકાણ કરેલ રૂપિયાના ૩૫% થી ૮૨% સુધીનો નફાની ચુકવણી કરે છે તેવી લલચામણી વાતો કરી હતી. જેથી કુલ ૩૭ લોકોએ વિશ્વાસ અને ભરોસો આપી અલગ- અલગ તારીખોમાં આરોપી જીતેન્દ્ર હરી સોનજે પોતાના એચ.ડી.એફ.સી. બેંક શાખા નાશીક ના બેન્ક એકાઉન્ટ નંબર – 50200102174464 માં રૂ.૫,૧૮,૫૦,૦૦૦/- જમા કરાવી તેમજ જીતેન્દ્ર હરી સોનજે તથા સ્વેતા ઉમેશ સાંવત ના કહેવાથી સ્વપનીલ સુશીલ સિંદે નામના વ્યકતિ ના એસ.બી.આઇ. બેંક શાખા નાશીક બેન્ક એકાઉન્ટ નંબર – 32556503888 માં રૂ.૨૬,૦૦,૦૦૦/- તેમજ સંતોષ જેનુ અનવત નામના વ્યકતિ ના બેન્ક એકાઉન્ટ નંબર– 33191398212 રૂ.૧૦,૦૦,૦૦૦/- તથા સચીન સુરેશ કોઠવાડે નામના વ્યકતિ ના આઇ.ડી.બી.આઇ. બેંક શાખા નાશીક બેન્ક એકાઉન્ટ નંબર – 0573104000138710 માં રૂ.૨૫,૦૦,૦૦૦/- મળી કુલ રૂપીયા – ૫,૭૯,૫૦,૦૦૦/- નુ ઓન લાઇન ટ્રાન્જેકશન કરાવી, જે પૈકી મુદલ રૂપીયા માંથી કુલ રૂપીયા– ૪,૨૬,૨૫,૦૦૦/- ફરીયાદી તથા તેમના સાહેદોને વિશ્વાસ અને ભરોસો સંપાદિત કરવા ફરીયાદી તથા બીજા સાહેદો રોકાણકારોને નફા તરીકે પરત આપી અને બાકીના રૂપીયા – ૧,૫૩,૨૫,૦૦૦/- આજદિન સુધી પરત નહી કરી, ફરીયાદી તથા બીજા સાહેદોને લોભામણી લાલચ આપી તેઓની કંપનીમાં રોકાણ કરાવી, ખોટા ખોટા વાયદાઓ કરી તેમને વિશ્વાસ અને ભરોસામાં લેવા માટે આરોપી દ્રારા રૂ.૫૦૦/- ના સ્ટેમ્પ પેપર ઉપર UNDERTAKING કરાર તેમજ હમીપત્ર (બાહેધરી પત્ર) તથા રૂ.૨,૦૦,૦૦,૦૦૦/- (બે કરોડ) ની આઇ.સી.આઇ.સી. આઇ.બેંક ની ડી.ડી. તેમજ એચ.ડી.એફ.સી. બેંક નો રૂ.૨,૦૦,૦૦,૦૦૦/- નો ડી.ડી. ની નકલ આપી તેમજ આરોપી નં. ૦૧ જીતેન્દ્ર હરી સોન્જે “ એ એન્ડ એ એન્ટર્પ્રાઇઝ ચોપડા પીપલ્સ બેંક શાખા નાશીક “ ના બેન્ક એકાઉન્ટ નંબર – 815004021000037 ના કુલ – ૧૩ ચેક તથા એચ.ડી.એફ.સી.બેંક ના બેંક એકાઉન્ટ નંબર -50200102174464 ના કુલ– ૦૭ ચેક આપી તેમજ એચ.ડી.એફ.સી. બેંક શાખા નાશીકના બેન્ક એકાઉન્ટ નંબર – 50200102174464 નુ ખોટુ બેંક સ્ટેટમેન્ટ બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરી ફરીયાદી તથા સાહેદોને આપી તેમજ ફરીયાદી તેમજ સાહેદોને લોભામણી લાલચ આપી ફરીયાદી તથા સાહેદો સાથે વિશ્વાસધાત તથા છેતરપીંડી કરી ગુનાહીત કાવતરૂ રચી ગુનો કરવામાં એકબીજાની મદદગારી કરી રોકાણ કરેલ નાંણા તથા નફો પરત નહી આપી ગુનો કરતા કુકરમુંડા પો.સ્ટે.મા ગુનો નોધવામાં આવેલ હતો અને કુકરમુંડા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર આઈ.ડી .દેસાઈના તાબામાં એક ટીમ બનાવી નાશિક મહારાષ્ટ્ર ખાતે આરોપીઓને પકડવા સારૂ મોકલી આપેલ હતી અને તપાસ દરમ્યાન (૧) જીતેન્દ્ર હરી સોનજે ઉ.વ.૫૪ રહેવાસી- ફ્લેટ નંબર -૦૯,કલ્પતરૂ પ્લેસ એપાર્ટમેન્ટ, કલ્પતરૂ નગર, અશોક માર્ગ નાશીક (મહારાષ્ટ્ર) તથા (૨) સ્વેતા ઉમેશ સાંવત ઉ.વ.૩૪ હાલ રહેવાસી- ડી/૩૦૧, નારાયણ નગરએપાર્ટમેન્ટ, અશોક માર્ગ, વેબનેસ શોપની નજીક નાશીક તથા મુળ રહેવાસી – વેસ્ટર્ન એસ્કપ્રેસ હાઇવે નં.૦૪ સંતોષ શર્મા ચાલ, જય હિન્દ નગર ખાર કોર્ડીનલ સ્કુલ ની સામે વેસ્ટ મુંબઇ (મહારાષ્ટ્ર) મળી આવતા તેમની ધોરણસર અટક નામદાર કોર્ટમાં રજુ કરી તા.૨૧/૦૯/૨૦૨૬ સુધી દિન -૦૩ ના પોલીસ કસ્ટડી રીમાન્ડ મેળવી આગળની વધુ તપાસ પો.ઇન્સ.શ્રી આઇ.ડી. દેસાઇ કુકરમુંડા પો.સ્ટેશન કરી રહેલ છે.

પકડાયેલ આરોપી :

૧) જીતેન્દ્ર હરી સોન્જે ઉ.વ.૫૪ રહેવાસી- ફ્લેટ નંબર – ૦૯, કલ્પતરૂ પ્લેસ એપાર્ટમેન્ટ, કલ્પતરૂ નગર, અશોક માર્ગ નાશીક (મહારાષ્ટ્ર)

(૨) સ્વેતા ઉમેશ સાંવત ઉ.વ.૩૪ રહેવાસી- અશોક માર્ગ નાશીક (મહારાષ્ટ્ર)

સારી કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારીની વિગત. 

1) શ્રી આઈ.ડી. દેસાઈ પોલીસ ઈન્સ્પેક્ટર કુકરમુંડા પોલીસ સ્ટેશન

2) અ.હે.કો. રવિભાઇ હરીયાભાઇ નોકરી- કુકરમુંડા પોલીસ સ્ટેશન.

3) અ.હે.કો. અર્જુનસિંહ વિક્રમસિંહ નોકરી – કુકરમુડા પોલીસ સ્ટેશન.

4) આ.પો.કો. કમલેશભાઇ કિશનભાઇ નોકરી – કુકરમુડા પોલીસ સ્ટેશન.

5) આ.પો.કો. પ્રશાંતભાઇ કિશોરભાઇ નોકરી – કુકરમુડા પોલીસ સ્ટેશન

6) આ.પો.કો. આશિષભાઇ દુરસિંગભાઇ નોકરી – કુકરમુડા પોલીસ સ્ટેશન

7) આ.વુ.કો. સંગીતાબેન લાલજીભાઇ નોકરી – કુકરમુડા પોલીસ સ્ટેશન

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other