તાપી જિલ્લા વિકાસ અધિકારીશ્રી રામનિવાસ બુગાલિયાના અધ્યક્ષસ્થાને તાપી સંકલન સમિતિની બેઠક યોજાઈ

0
તાપી જિલ્લા વિકાસ અધિકારીશ્રી રામનિવાસ બુગાલિયાના અધ્યક્ષસ્થાને તાપી સંકલન સમિતિની બેઠક યોજાઈ
Contact News Publisher

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) :  તા. ૧૯ :- તાપી જિલ્લા વિકાસ અધિકારીશ્રી રામનિવાસ બુગાલિયાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે શનિવારે જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી.

 

બેઠકના પ્રારંભે જનપ્રતિનિધિ દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રશ્નોને ધ્યાને લેવાયા હતા. વધુમાં ડીડીઓશ્રી બુગાલિયાએ વિવિધ સરકારી વિભાગોની કામગીરીની સમીક્ષા કરી હતી. જેમાં ખાસ કરીને નાગરિકોની અરજીઓનો સમયસર નિકાલ લાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.

 

સાથોસાથ, નિવૃત્ત થયેલા સરકારી કર્મચારીઓના પેન્શન કેસોના નિકાલ અને આગામી બે વર્ષમાં નિવૃત્ત થનાર કર્મચારીઓના પેન્શન કેસો, ગુજરાત તકેદારી આયોગ તરફથી આવેલ પત્રો, વિવિધ હેતુ માટે ફાળવેલી સરકારી જમીન અંગે, એ.જી. ઓડિટના બાકી પેરાઓની માહિતી સહિતના મુદ્દાઓને આવરી લેવાયા હતાં.

 

સાથોસાથ ઈ-સરકાર પોર્ટલના અમલ માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સાથે નકારાત્મક સમાચાર પર તંત્ર દ્વારા લેવાયેલાં પગલાં, ખાતાકીય તપાસ અને સીએમ ડેશબોર્ડ, જનસેવા કેન્દ્રની કાર્યપદ્ધતિ તેમજ જિલ્લાના વિવિધ વિભાગોના આંતરિક પ્રશ્નો સહિતના મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી.

 

આ સંકલન બેઠકમાં જિલ્લા પોલીસ વડાશ્રી જે.એન. દેસાઈ, નાયબ વન સંરક્ષકશ્રી સચિન ગુપ્તા, પ્રાયોજના વહીવટદારશ્રી રાજેશકુમાર મૌર્ય, નિવાસી અધિક કલેકટરશ્રી આર. આર. બોરડ સહિતના ઉચ્ચ અધિકારીઓ અને સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other