માછલીઘરની બનાવટ અને એનો વ્યવસ્થાપન અંગે કૌશલ્યવર્ધન હેન્ડ્સ-ઓન ટ્રેનિંગ કાર્યક્રમનું આયોજન 

0
માછલીઘરની બનાવટ અને એનો વ્યવસ્થાપન અંગે કૌશલ્યવર્ધન હેન્ડ્સ-ઓન ટ્રેનિંગ કાર્યક્રમનું આયોજન 
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૧૬. સેન્ટર ઓફ એક્સેલન્સ ઇન એક્વાકલ્ચર, કામધેનું યુનિવર્સિટી, ઉકાઈ દ્વારા જનજાતિ વિસ્તારના ભાઈઓ-બહેનોને માછલીઘર (Aquarium) બનાવટ અને તેના વ્યવસ્થાપન અંગે વ્યવહારુ જ્ઞાન અને કૌશલ્ય પ્રદાન કરવા માટે હેન્ડ્સ-ઓન ટ્રેનિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

 

આ તાલીમનો મુખ્ય ઉદ્દેશ્ય જનજાતિ વિસ્તારના લોકોને માછલીઘરની બનાવટ અને એનું વ્યવસ્થાપન અંગે જરૂરી કૌશલ્ય વિકસાવીને તેમને સ્વરોજગાર અને આવકના નવા અવસર સાથે જોડવાનો છે.

 

આ તાલીમમાં ઉકાઈ વિસ્તારના આશરે કોઠવાડિયા સમાજના કુલ ૧૫ ભાઈઓ-બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને નિષ્ણાતોના માર્ગદર્શન હેઠળ પોતાના હાથે માછલીઘરની બનાવટની પ્રાયોગિક તાલીમ મેળવી.

 

કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે તત્વમસી ચેરિટેબલ ટ્રસ્ટ, વ્યારા (Vyara)ના સ્થાપક શ્રી હિરેનભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. સાથે સંસ્થાના નિષ્ણાતો દ્વારા ઉપસ્થિત તાલીમાર્થીઓને આ બાબતનું માર્ગદર્શન આપવામાં આવેલ હતું.

 

આ પ્રકારની કૌશલ્ય આધારિત તાલીમ દ્વારા જનજાતિ વિસ્તારના યુવાનો અને મહિલાઓને કૌશલ્ય, સ્વરોજગાર અને આત્મનિર્ભરતા તરફ આગળ વધવાની નવી દિશા મળે છે.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *