કોષ પ્રાથમિક શાળા ખાતે સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની કારોબારી સભા યોજાઈ

0
કોષ પ્રાથમિક શાળા ખાતે સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની કારોબારી સભા યોજાઈ
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તા. ૧૫. અંબિકા તાલુકાની કોષ પ્રાથમિક શાળા ખાતે સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની કારોબારી સભા સંગઠન પ્રમુખ બળદેવભાઈ પટેલનાં અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી. સદર કારોબારી સભામાં સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પૂર્વ પ્રમુખ કિરીટભાઈ પટેલ, મહામંત્રી અરવિંદભાઈ ચૌધરી, પ્રફુલભાઈ, બળવંતભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતાં. તદ્ઉપરાંત જિલ્લા શિક્ષક સંઘનાં સિનિયર કાર્યવાહક પ્રમુખ ભૂપેશ ભાઈ ચૌધરી, આશિષભાઈ મૈસુરિયા, કાર્યવાહક પ્રમુખ ઇમરાનખાન પઠાણ, નરેશકુમાર પટેલ, ચેતનભાઇ મેસિયા, રસિકકુમાર ચૌધરી, રાકેશભાઈ ચૌધરી અરવિંદભાઈ ગામીત, મુકેશભાઈ સાખીયા, રીના રોઝલીન, રંજનબેન ચૌધરી સહિત દરેક તાલુકા ઘટક સંઘનાં પ્રમુખ, મંત્રીઓ તથા કારોબારી સભ્યો હાજર રહ્યા હતાં.

સભાની શરૂઆત શ્રદ્ધાંજલિદર્શક ઠરાવથી કરવામાં આવી હતી. સંઘનાં મહામંત્રી બિપીનભાઈ પટેલે ગત સભાનું પ્રોસિડીંગ વાંચનમાં લીધુ હતું. ત્યારબાદ સંઘનાં વિવિધ હોદ્દેદારોની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. જેમાં રાજ્ય પ્રતિનિધિ તરીકે અનિલભાઈ ચૌધરી, શિક્ષક જ્યોત કલ્યાણ નિધિનાં મંત્રી તરીકે હર્ષદભાઈ ચૌહાણ, શિક્ષક જ્યોત સંપાદક મંત્રી તરીકે ધર્મેશભાઈ પટેલ, જિલ્લાનાં સિનિયર પ્રચાર-પ્રસાર મંત્રી તરીકે વિજયભાઈ પટેલ, સહ પ્રચાર-પ્રસાર મંત્રી તરીકે બાબુભાઇ ચૌધરી, ઇશ્વરભાઇ ચૌધરી અને હિરુભાઈ ચૌધરી, સોશિયલ મીડિયા કન્વીનર તરીકે જૈમીનભાઈ પટેલ, જિલ્લા સંગઠન મંત્રી તરીકે મુકેશભાઈ પટેલ, મહેશભાઈ સોલંકી, નિલેશભાઈ ચૌધરી, કેતનભાઇ સોલંકી અને દિનેશભાઈ સોલંકીની વરણી કરવામાં આવી હતી. પ્રમુખ સ્થાનેથી બળદેવભાઈ પટેલે ગાંધીનગર મુકામે મળેલ સંકલન સભાનાં એજન્ડાની વિગતવાર ચર્ચા હાથ ધરી હતી. તદ્ઉપરાંત અન્ય પડતર પ્રશ્નો બાબતે પરસ્પર ચર્ચા કરવામાં આવી હતી. અંતમાં

આભારવિધિ પ્રફુલભાઈ પટેલે આટોપી હતી. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *