વ્યારા નગરમાં વધુ એક સગીરા બે વાર દુષ્કર્મનો ભોગ બની
( પ્રતિનિધિ દ્વારા , વ્યારા ) : સંસ્કારી નગરી કહેવાતી વ્યારામાં વધુ એકવાર શર્મસાર કરતો કિરસો પોલીસ ચોપડે ચઢયો છે , સાત નબીરા દ્વારા સગીર યુવતીનાં જાતીય શોષણ અને સતામણીનાં કિસ્સાની શ્યાહી હજી સુકાઈ નથી ત્યાં વધુ એક સગીરા સાથે બે વખત દુષ્કર્મની ઘટના સામે આવી છે .
વ્યારા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુના અનુસાર , વ્યારા નગરમાં સ્ટેશન રોડ ઉપર રહેતા શોયેબ રાહતખાન પઠાણે ભોગ બનનાર સગીર વયની યુવતી અનુસુચિત જનજાતિની હોવાનું જાણતા હોવા છતાં તે યુવતીની મોટી બહેનને મારી નાખવાની ધમકી આપી ઘરની સામે આટાફેરા મારી ગભરાવી સ્ટેશન રોડ પર આવેલ એન.પી.જી. બિલ્ડીંગનાં સાતમાં માળે ફલેટ નં . 701 માં ગત્ તા . ર ૮ – પ – ર ૦ ર ૦ તથા તા . ૩૦ / પ / ર ૦ ર ૦ નાં રોજ બોલાવી સગીર યુવતી સાથે બે વખત દુષ્કર્મ આચરી ગુનો કર્યો હતો .
જે અંગે વ્યારા પોલીસ મથકે ઈ.પી.કો. કલમ ૩૭૬ ( ૩ ) , ૫૦૬ ( ર ) , ધી પ્રોટેકશન ઓફ ચિલ્ડ્રન ફોમ સેકયુલ ઓફેન્સ એકટ ર ૦૧ રની કલમ- ક , ૧ ર તથા એટ્રોસીટી એકટ -૩ ( ૧ ) ( ડબલ્યુ ) ( આઈ ) , ૩ ( ર ) ( ૫ ) મુજબ ગુનો નોંધ્યો છે . આ ગુનાની તપાસ એ.કે. પટેલ નાયબ પોલીસ અધિક્ષકશ્રી એસ.સી. / એસ.ટી. સેલ તાપી કરી રહ્યાં છે .
Nice