નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની કાર્યવાહક બેઠક યોજાઈ

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તા.૧૩.ગાંધીનનાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની કાર્યવાહક બેઠક યોજાઈનાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની કાર્યવાહક બેઠક યોજાઈગરનાં ચાણક્ય ભવન ખાતે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની મહત્વપૂર્ણ કાર્યવાહક બેઠક યોજાઈ હતી. સદર બેઠકમાં ગુજરાત રાજ્યનાં યુવા અને લોકપ્રિય નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તથા ગાંધીનગર વિસ્તારનાં ધારાસભ્ય રીટાબેન પટેલની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. આ પ્રસંગે હર્ષ સંઘવીએ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની કાર્યશૈલી, સંગઠનાત્મક કામગીરી અને શિક્ષણ ક્ષેત્રે કરવામાં આવેલા કાર્યોની પ્રશંસા કરી હતી. તેમજ જરૂરિયાતનાં સમયે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘને જરૂરી મદદ અને સહકાર આપવાની ખાતરી આપી હતી.
રાજ્ય સંઘનાં પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા, મહામંત્રી જૈમિનભાઈ પટેલ તથા સિનિયર ઉપપ્રમુખ વિક્રમસિંહ ગરાસિયાનાં માર્ગદર્શન હેઠળ યોજાયેલ આ કાર્યવાહક બેઠકમાં સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ બળદેવભાઈ પટેલ તથા મહામંત્રી બિપીનભાઈ પટેલ સહિત વિવિધ જિલ્લાનાં પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખો અને મહામંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતાં. ઉપરાંત ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળનાં પ્રમુખ સતિષભાઈ પટેલ સહિત રાજ્યનાં વિવિધ કર્મચારી મંડળોનાં પ્રમુખો અને મહામંત્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતાં. બેઠકમાં શિક્ષણ અને સમાજને મદદરૂપ થાય તેવા અનેક સંકલ્પો દરેક સભ્ય દ્વારા લેવામાં આવ્યા અને અનોખી રીતે પોતાનાં દેશપ્રેમની ભાવના વ્યક્ત કરવામાં આવી. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
_______________
