ઉકાઈ ખાતે મોનોસેક્સ તિલાપિયા બીજ ઉત્પાદન અને ગ્રામ્ય અર્થવ્યવસ્થામાં તેનું મહત્વ વિષય ઉપર બ્રેઇનસ્ટોર્મિંગ સેશન યોજાયું

0
મોનોસેક્સ તિલાપિયા બીજ ઉત્પાદન અને ગ્રામ્ય અર્થવ્યવસ્થામાં તેનું મહત્વબ્રેઇનસ્ટોર્મિંગ સેશન
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૧૦. આજે સેન્ટર ઓફ એક્સેલન્સ ઇન એક્વાકલ્ચર, કામધેનુ યુનિવર્સિટી, ઉકાઈ ખાતે “મોનોસેક્સ તિલાપિયા બીજ ઉત્પાદન અને ગ્રામ્ય અર્થવ્યવસ્થામાં તેનું મહત્વ” વિષય પર બ્રેઇનસ્ટોર્મિંગ સેશન/પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું.

 

આ કાર્યક્રમનો મુખ્ય હેતુ તિલાપિયા માછલીના મોનોસેક્સ બીજ ઉત્પાદન દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં રોજગારી, આવક અને માછીમારી આધારિત આર્થિક પ્રવૃત્તિઓને કેવી રીતે વેગ આપી શકાય તે અંગે વિદ્યાર્થીઓ સાથે વિચારવિમર્શ કરવાનો હતો.

 

કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ સાથે જીવંત સંવાદ યોજાયો હતો, જેમાં ડૉ. સ્મિત લેન્ડે મદદનીશ પ્રાધ્યાપક અને હેડ ઓફ ઓફિસ, ડૉ. રાજ ડાભી મદદનીશ પ્રાધ્યાપક,મત્સ્યવિજ્ઞાન મહાવિદ્યાલય, નવસારી, ડૉ.રાજેશ વસાવા, વરિષ્ઠ સંશોધન સહાયક, ડૉ. કિરણ મોદી – સંશોધન સહાયક, ડૉ. ક્રીના પટેલ – સિનિયર રિસર્ચ ફેલો તથા ડૉ. ફોરમ વાડા – સિનિયર રિસર્ચ ફેલો દ્વારા મોનોસેક્સ તિલાપિયા ઉત્પાદન, તેની ઉપયોગિતા અને ગ્રામ્ય અર્થવ્યવસ્થાના ઉત્થાનમાં તેની સંભાવનાઓ અંગે માર્ગદર્શન અને માહિતી આપવામાં આવી હતી.

 

વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ચર્ચામાં ભાગ લઈ પોતાના વિચારો અને પ્રશ્નો રજૂ કર્યા હતા. સમગ્ર સત્ર જ્ઞાનવર્ધક, રસપ્રદ અને વિચારપ્રેરક રહ્યું.

○○●

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *