સ્વદેશી જાગરણ મંચના ક્ષેત્રિય સંઘથક શ્રી કિશોરજી દોબલિયાનો તાપી જિલ્લાનો પ્રવાસ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૦૭. સ્વદેશી જાગરણ મંચના ક્ષેત્રિય સંઘથક શ્રી કિશોરજી દોબલિયા દ્વારા તા. 6 સપ્ટેમ્બર, 2026ના રોજ તાપી જિલ્લાનો પ્રવાસ કરવામાં આવ્યો હતો.
પ્રવાસ દરમિયાન સ્વદેશી વસ્તુઓના ઉત્પાદન, દૈનિક જીવનમાં સ્વદેશી વસ્તુઓના ઉપયોગ તથા સ્વરોજગાર અને આત્મનિર્ભરતા જેવા મહત્વપૂર્ણ વિષયો અંગે વિવિધ બેઠકો યોજવામાં આવી હતી. આ બેઠકમાં ક્ષેત્રિય વિસ્તારના સંગઠનના કાર્યકર્તાઓ તથા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
બેઠક દરમિયાન સ્થાનિક સ્તરે સ્વદેશી વસ્તુઓના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા, યુવાનોને વિવિધ કૌશલ્ય આધારિત તાલીમ અને રોજગારલક્ષી પ્રવૃત્તિઓ સાથે જોડવા તેમજ સ્વરોજગારની નવી તકો ઊભી કરવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
શ્રી કિશોરજી દોબલિયાએ જણાવ્યું હતું કે સ્થાનિક સંસાધનો અને કૌશલ્યનો મહત્તમ ઉપયોગ કરીને યુવાનોને સ્વરોજગાર તરફ પ્રોત્સાહિત કરવામાં આવે તો ગ્રામ્ય અને જનજાતીય વિસ્તારોમાં આત્મનિર્ભરતાને વધુ વેગ મળી શકે છે. સ્વદેશી વસ્તુઓના ઉપયોગ અને સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવાથી સ્થાનિક અર્થતંત્રને પણ મજબૂતી મળશે.
આ પ્રસંગે ઉપસ્થિત કાર્યકર્તાઓ અને અધિકારીઓ દ્વારા તાપી વિસ્તારના લોકોને વધુને વધુ સ્વાવલંબી અને આત્મનિર્ભર બનાવવા માટે સંકલિત રીતે કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
